- રંગપુરડામાં ફેક્ટરીમાંથી ઝેરી ગેસ છોડતા લોકોને બળતરા
- લોકોને આંખ અને ગળામાં બળતરાની સમસ્યા થઈ
- મેડિકલ ઓફિસરે તમામને સ્થળ પર જ સારવાર આપી
- છેલ્લા ત્રણ દિવસથી ગામના લોકો માથું ખંજવાળી રહ્યા છે
કડીના રંગપુરડા ગામે ઝેરી ગેસ પ્રસરતા ગામ લોકોના આરોગ્ય સામે ખતરો
મહેસાણાના કડીની સીમ નજીક આવેલી કંપનીમાંથી ઝેરી ગેસ છોડાતા 44 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત ગળામાં અને આંખમાં બળતરા થતા સ્થાનિક તંત્રમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગનો સ્ટાફે અહીં પહોંચી 44 લોકોને સારવાર આપી હતી. સાંજે 6 વાગ્યે તંત્રમાં રજૂઆત કરવા છતાં મોડી રાત્રે 10 વાગ્યે ઈન્ચાર્જ ટીડીઓ મહેન્દ્રસિંહ ઝાલા રંગપુરડા ગામે દોડી આવ્યા હતા. તંત્ર હજી સુધી એ નથી જાણી શક્યું કે ગેસ કઈ ફેક્ટરીમાંથી છોડવામાં આવ્યો છે.
કડીમાં કંપનીમાંથી ઝેરી ગેસ છોડાતા 44 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે
મહેસાણાઃ કડીના રંગપુરડાની સીમ નજીક આવેલી કંપનીમાંથી ઝેરી ગેસ છોડતા સાંજે 44 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમ જ ગળામાં અને આંખોમાં બળતરા થતા સ્થાનિક તંત્રને રજૂઆત કરતાં આરોગ્ય વિભાગ દોડતં થયું છે. આરોગ્ય કર્મચારીઓએ અહીં આવી 44 લોકોને સારવાર આપી હતી.