ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના લક્ષચંડી યજ્ઞનો ભવ્ય પ્રારંભ - પાટીદારોના કુળદેવી ઉમિયા માતા

મહેસાણાઃ ઊંઝામાં ઉજવાઈ રહેલ લક્ષચંડી મહાયજ્ઞમાં કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલા અને રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને હાજરી આપી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી કે સમગ્ર ગુજરાત ખૂબ આનંદ, હર્ષ અને ધન્યતા અનુભવે છે.

etv bharat
પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના લક્ષચંડી યજ્ઞનો ભવ્ય પ્રારંભ

By

Published : Dec 18, 2019, 9:11 PM IST

ગુજરાતની ધરતી પર કરોડો પાટીદારોના કુળદેવી ઉમિયા માતાનો લક્ષચંડી ભવ્ય ઉત્સવનો પ્રારંભ થયો છે. પાટીદારો સાથે ગુજરાતની 6 કરોડ જનતા પણ હર્ષ આનંદ અનુભવે છે. ઊંઝા ઉમિયાજીનું પ્રાગટય સ્થાન છે. માતાજીના પ્રતાપે ગુજરાત હમેશા અધ્યામિક ચેતના અનુભવી રહ્યું છે. માતાજીના આશીર્વાદથી લોકો સુખ શાંતિ અનુભવ કરી રહયા છે. પાટીદાર સમાજ શૈક્ષિત, મહેનતુ , સામજિક એકતા અખંડિતતા ધરાવે છે.

પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના લક્ષચંડી યજ્ઞનો ભવ્ય પ્રારંભ

મહોત્સવમાં સામાજીક સમરસતા દર્શાવે છે. દરેક જ્ઞાતિના લોકોઆ યજ્ઞમાં પાટલે બેઠા છે. નાના બાળકો મહિલાઓ વૃદ્ધઓ માટે અલગ વ્યવસ્થા કરી ભક્તિ સાથે શક્તિનું સિંચન થાય તેવી વ્યવસ્થા છે. અહીં નાના ખેડૂતો, નાનાઉદ્યોગકારો શૈક્ષણ સહિત સામાજીક કર્મોને ધ્યાને લઈ આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતને ઉમિયાજીના આશીર્વાદથી સમૃદ્ધ સુખી ગુજરાત બનાવીએ, આ ભવ્ય અને સારા આયોજન માટે આયોજકોને અભિનંદન આપતા ખુશીની અનુભીતિ વ્યક્ત કરી હતી.


ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રવાહ અવિરત રાખતા લક્ષચંડી મહાયજ્ઞની સંધ્યા રાત્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રસધાર શ્રોતાઓને પીરસવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details