ગુજરાત

gujarat

By

Published : Jul 11, 2020, 4:39 PM IST

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં ગેસમાં ગફલો અને એજન્સીના કારસો સામે તંત્રની બે તાસીર!

મહેસાણા જિલ્લામાં મેઉ ગામના ઘટસ્ફોટ જલદીપ ગેસ એજન્સી દ્વારા ઘણા સમયથી ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપી ગફલા કરવામાં આવતા હતા. ગ્રાહકો સાથે એજન્સી દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી હતી. તેની સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં ગેસમાં ગફલો અને એજન્સીના કારસો સામે તંત્રની બે તાસીર!
મહેસાણા જિલ્લામાં ગેસમાં ગફલો અને એજન્સીના કારસો સામે તંત્રની બે તાસીર!

ગેસમાં કરાતા ગફલાને છુપાવવા કારસો રચાયો

  • જલદીપ ગેસ એજન્સીએ ગેસમાં કરતા ગફલાને છુપાવવા કારસો રચ્યો
  • જલદીપ ગેસ એજન્સીએ પોતાની કરતૂત છુપાવવા કંપનીના માથે દોષ ઠાલવ્યો
  • મહેસાણા જિલ્લામાં ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપી ગફલા
  • ગ્રાહકો સાથે ગેસ એજન્સી દ્વારા કરાતી હતી છેતરપિંડી

મહેસાણાઃ ગેસમાં ગફલો અને એજન્સીના કારસો સામે તંત્રની બે તાસીર.! જલદીપ ગેસ એજન્સીએ ગેસમાં કરતા ગફલાને છુપાવવા કારશો રચ્યો કંપનીમાંથી ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આવતો હોવાનો કારસો રચી તંત્રની કામગીરીને ગેરવ્યાજબી ગણાવી એજન્સી સંચાલકે મીડિયાને પણ ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો. એજન્સી દ્વારા ઘણા સમયથી ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપી ગફલા કરવામાં આવતા હતા. મેઉ ગામના સિલિન્ડર ધારકોએ તંત્રને બોલાવી ગફલો કર્યો હતો. ઘટસ્ફોટ જલદીપ ગેસ એજન્સીએ પોતાની કરતૂત છુપાવવા કંપનીના માથે દોષનો ટોપલો ઢોળ્યો જલદીપ ગેસ એજન્સી સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવી છે. ગ્રાહકો સાથે એજન્સી દ્વારા છેતરપિંડી કરાતી હતી.

મહેસાણા જિલ્લામાં ગેસમાં ગફલો અને એજન્સીના કારસો સામે તંત્રની બે તાસીર!
મહેસાણા જિલ્લામાં લોકડાઉન વચ્ચે અનેક પરિવારો આર્થિક માર વેઠી રહ્યાં છે, ત્યાં ગોજારીયા ખાતે આવેલા જલદીપ ગેસ એજન્સી દ્વારા ભગવાન સમાન ગણાતા પોતાના ગ્રાહકોને જ છેતરપિંડીનો ભોગ બનાવ્યા હતા. આવો કિસ્સો જિલ્લા તોલ માપ વિભાગની નિષ્પક્ષ કાર્યવાહીમાં સામે આવ્યો છે. જોકે એજન્સી સંચાલક દ્વારા પોતાનું પાપ છુપાવવા કારસો રચી કંપની માંથી આવતા સિલિન્ડરમાં ગેસ ઓછો હોવાનો પોકળ દાવો કરવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે અમારી ટીમે ગોડાઉન પર મુલાકાત કરતા એક ટ્રક ગોડાઉન બહાર મૂકી રાખી અને નીચે કેટલાક ઓછા ગેસ ભરેલા સિલ લાગેલા દેખાતા સિલિન્ડર ગોઠવી દઈ પોતાનો બચાવ કરવા પ્રયાસ કરાયો હતો.
મહેસાણા જિલ્લામાં ગેસમાં ગફલો અને એજન્સીના કારસો સામે તંત્રની બે તાસીર!

જોકે ઘટનામાં મીડિયા સહિત ઉપસ્થિત લોકોનું ધ્યાન ભટકાવવા પ્રયાસ કરાયો હોવાની આશંકાઓ પ્રબળ બની છે. તો ગ્રાહકોના હિતમાં સમગ્ર મામલે જલદીપ ગેસ એજન્સી સામે પગલાં લેનારા મહેસાણા જિલ્લા તોલ માપ અધિકારીનો સંપર્ક કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, એજન્સી રિફીલિંગ સેન્ટરથી ગ્રાહકો સુધી જે ગેસ સિલિન્ડર પહોંચાડે છે. તે સમય દરમિયાન ગેસ ઓછો હોય તો તે બાબતે એજન્સી પહેલાં કંપનીને જાણ કરી શકે છે પરંતુ અહીં છેલ્લા ઘણા સમયથી એજન્સી થકી અપાતા ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આવતો હોવાને લઇ ગ્રાહકો અને ગ્રામજનોએ તંત્રને જાણ કરતા સ્થળ પર તોલમાપ વિભાગના પ્રમાણિત વજન કાંટાથી વજન કરતા ગેસ સિલિન્ડરમાં 3 કિલો સુધી ઓછો ગેસ હોવાની બાબત સામે આવી છે. જે મામલે 24 બોટલો સ્થળ પરથી જપ્ત કરી એજન્સી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

ગોજારીયા જલદીપ ગેસ એજન્સીને બચાવવા સ્થાનિક ગ્રામપંચાયતમાં તલાટી તોલ માપ અધિકારી કે ઉપરી અધિકારી સિવાય બીજે દિવસે એજન્સી ગોડાઉન પર પંચનામું કરવા પહોંચ્યા હતા. જ્યાં અંગત સ્વાર્થમાં એજન્સીનો બચાવ કરી તલાટીએ એજન્સી નિર્દોષ અને ગેસ કંપનીની ભૂલ હોવનું મીડિયા સમક્ષ નિવેદન આપતા વિવાદમાં આવ્યા છે. સમગ્ર મામલે તોલ માપ વિભાગ કાર્યવાહી કરી જલદીપ ગેસ એજન્સી સામે ફરિયાદ કરી ચૂક્યું છે, ત્યારે સ્થાનિક તલાટી રાજુભાઇ પોતાના જ સરકારી તંત્રને ખોટું કેવી રીતે ઠેરાવી શકે..? જોકે તથ્ય એ છે કે, એજન્સીએ પહેલાં ગેસ સિલિન્ડર તપાસી લેવા જોઈએ અને ગ્રાહકોને આપતા પહેલા પણ સિલિન્ડરની ગ્રાહક સમક્ષ તપાસ કરી આપવો જોઈએ પરંતુ એજન્સી દ્વારા પોતાના દોષનો ટોપલો કંપનીને માથે મૂકી પોતાનો બચાવ કરવામાં કોઈ કસર છોડવામાં આવી નથી તો સરકારી બાબુઓની પણ આ એક જ ઘટનામાં બે તાસીર જોવા મળી રહી છે, ત્યારે ગ્રાહકોના પેટનો ખાડો પૂર્વ વપરાતા ગેસના ગફલામાં તંત્ર આગળ કેવી કાર્યવાહી કરે છે. તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details