- પૂર્વ ગૃહ પ્રધાન રજનીકાંત પટેલે ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા
- જીત હાંસલ કરવા પ્રેરણા આપી
- જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવારો તાલુકા બેઠકના ખભે ખભો મિલાવી કાર્ય કરશે.!
- રજનીકાંત પટેલે ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કર્યા
મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ચૂંટણીમાં ઉમેદવાર માટે મહત્વનું છે મુલાકાત અને આયોજન સ્થળ. જેમાં ચૂંટણી કાર્યાલય તરીકેની કામગીરી અને લોકસંપર્ક બનતો હોય છે, ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારોના મનોબળ મક્કમ કરવા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અને હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ મહામંત્રીની સાથે ઉત્તર ઝોનની ખાસ જવાબદારી નિભાવતા રજનીકાંત પટેલે ઉમેદવારોના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી છે.