ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા નગરપાલિકાની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ

મહેસાણા નગરપાલિકાની મંગળવારે પ્રથમ સભા યોજાઈ હતી. 89.38 લાખની પુરાતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. શહેરમાં સિટીબસ પુનઃશરુ થશે અને પૌરાણિક વાવનો પણ વિકાસ થશે તેવું નક્કી થયું છે. આ બજેટ સર્વાનુમતે ટ મંજૂર કરવામાં આવ્યું છે. 221.82 કરોડ ખર્ચ સામે 220.92 કરોડ આવકનો અંદાજ મુકવામાં આવ્યો હતો.

મહેસાણા નગરપાલિકાની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ
મહેસાણા નગરપાલિકાની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ

By

Published : Mar 30, 2021, 5:48 PM IST

  • મહેસાણા નગરપાલિકાની 30 માર્ચે પ્રથમ કારોબારી બેઠક મળી
  • કારોબારી બેઠકમાં વર્ષ 2021-22નું બજેટ કરાયું રજૂ
  • શહેરને સુરક્ષા માટે મળશે CCTVની સુવિધા

મહેસાણા: જિલ્લાની નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સમિતિઓની રચના સાથે બજેટની ફાળવણી કરવામાં આવી છે. નગરજનો માટે આ વખતે ખાસ સિટી બસની સેવા પુનઃ શરૂ કરવાની વાતને બજેટમાં વેગ અપાયો છે તેમજ પરા વિસ્તારમાં આવેલી પૌરાણિક વાવ પણ વિકાસ પામે તેવી જોગવાઈ પાલિકાની આ પ્રથમ સભામાં નક્કી કરાઈ છે.

આ પણ વાંચો:સુરત સુડા ભવન દ્વારા 599 કરોડ રૂપિયાનું બજેટ જાહેર

આ પણ વાંચો:ભાવનગર જિલ્લા પંચાયતનું 1035 કરોડનું બજેટ રજૂ કરાયું

વિવિધ 20 સમિતિઓની રચના સાથે 221.82 કરોડનું બજેટ ફાળવણી કરાઈ

મહેસાણા નગરપાલિકામાં 30 માર્ચની પહેલી સામાન્ય સભામાં પાલિકા હસ્તગત કેટલીક મહત્વપૂર્ણ કામગીરી માટે અધિકારીની સાથે-સાથે પ્રજાપ્રતિનિધિ હોદ્દા સાથે પોતાની સેવા આપવા માટે બાંધકામ ટાઉન પ્લાનિંગ, પાણી, સેનિટેશન, આરોગ્ય સહિતની 20 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં આ વખતે બે સમિતિનો વધારે ઉમેરો કરવામાં આવ્યો છે. જે એક શહેરમાં CCTV સર્વેલન્સ અને બીજી નવીન પ્રોજેકટ માટે કામગીરી થવાની છે. મહેસાણા શહેરમાં વિવિધ વિકાસ માટે અંદાજે 220 કરોડની આવક સમયે 221.82 કરોડના બજેટની જાહેરાત સર્વાનુમતે કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details