ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા લોકસભાની 4 બેઠકને લઇને તંત્રની આખરી ઓપ

મહેસાણા: જિલ્લામાં આગામી 23મી તારીખે મહેસાણા લોકસભાની 4 બેઠક અને ઉંઝા વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન યોજાવવા જઈ રહ્યું છે. ત્યારે સ્થાનિક જિલ્લા ચૂંટણી પંચ ચૂંટણી યોજાવાની પ્રક્રિયા માટે સુસજ્જ થઈ ચુકયુ છે. જેની માહિતી આપતા મહેસાણા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી જિલ્લાની ચૂંટણી વિષયક માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ કરતા આગામી 23મી એપ્રિલના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે.

By

Published : Apr 21, 2019, 6:41 PM IST

લોકસભાની 4 બેઠકને લઇ પત્રકાર પરીષદ યોજી

લોકસભાની ચૂંટણીના આજે પ્રચાર પડધમ શાંત થયા છે ત્યારે મહેસાણા લોકસભાની 4 બેઠકને લઇને તંત્રએ પુરતી તૈયારી કરી લીધી છે જેનો આજે આખરી ઓપ પણ આપી દીધો હતો જેને લઇને તંત્રની સમગ્ર તૈયારી આ નીચે મુજબ છે.

લોકસભાની 4 બેઠકને લઇ પત્રકાર પરીષદ યોજી
  • મહેસાણા લોકસભાની 4 બેઠક મતદાન થશે
  • આગામી 23 એપ્રિલના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરાશે
  • ચૂંટણીમાં FS, SST, VST, VVT, EMCEXCISE TEAM, MCMC અને DEMC સહિત 8 ટિમો 24x7 તૈનાત રહેશે
  • 7 FS અને 7 SS સાથે 4 પોલીસ ટિમો પણ તૈનાત રહેશે
  • ચૂંટણીમાં નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે
  • આજે સાંજે 6 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે
  • પ્રચારને લઇને આવેલા પરદેશી નેતાઓને આજે પ્રદેશ છોડવો પડશે
  • TV PRESS મીડિયા એક્ઝીટપોલ કે ઓપિનિયન પરપ્રતિબંધ ફરમાવ્યો
  • 4 લોકસભા મહેસાણા બેઠક પર 1008 મતદાન કેન્દ્રો પર મતદાન થશે
  • કુલ 1863 મતદાન મથકોને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરાયા
  • ચૂંટણીમાં કુલ 2849 મતદાન મશીન કાર્યરત રહેશે
  • જિલ્લામાં કુલ 16,47,470 મતદારો મતદાન કરી શકશે
  • 8,52,200 પુરુષ મતદારો નોંધાયા
  • 7,94,234 સ્ત્રી મતદારો નોંધાયા
  • 36 ત્રીજી જાતિના મતદારો નોંધાયા
  • 1399 સેવા મતદારો નોંધાયા
  • 8768 દિવ્યાંગ મતદારો નોંધાયા
  • દિવ્યાંગ મતદારો માટે 70 વાહનો અને 59 વહીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે
  • 133 બ્રેઇલ મતદાર કાપલી વિતરણ કરાઈ છે
  • 33 મતદાન મથકો સખી મંડળ સંચાલિત રહેશે
  • 7 મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે
  • ગરમીના માહોલમાં આરોગ્ય ટિમ દ્વારા પ્રાથમિક સારવારનો વ્યવસ્થા પણ કરવામાં આવી છે
  • કુલ 8013 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે
  • તમામ ચૂંટણીની સામગ્રી વિસનગરના બાસણા મર્ચન્ટ કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે
  • સ્ટ્રોંગ રૂમમાં 58 થી વધુ CCTV કેમરા કાર્યરત રહેશે
  • સ્ટ્રોંગ રૂમનું 24 કલાકનું રેકોર્ડિંગ ઉમેદવાર કે એજન્ટ પ્રતિનિધિ નિહાળી શકશે
  • આચારસંહિતા દરમિયાન પોલીસની સઘન કામગીરી
  • પોલીસે લાયસન્સ વાળા તમામ હથિયારો પરત લઈ જમા કરાવ્યા
  • મહેસાણા પોલીસે 6000 જેટલા ઈસમો સામે કાયદાકીય પગલા ભર્યા
  • 1027 જેટલા પ્રોહીબિશનના કેશો કરાયા છે
  • 1500 જેટલા પોલીસ કર્મચારીઓ ચૂંટણીમાં સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડશે
  • 2200 જેટલા હોમગાર્ડ અને GRDના જવાનો તૈનાત રહેશે
  • CRPFની 4 અને SRPની 1 કંપની તૈનાત રહેશે
  • 4 DYSP પણ ઇમરજન્સી બંદોબસ્ત માટે તૈનાત રહેશે
  • 90 પોલીસ મોબાઈ સેક્ટ્રોસમાં રહેશે

ABOUT THE AUTHOR

...view details