વિજાપુરમાં ઉતર ગુજરાતના જિલ્લાઓનું સંયુક્ત ખેડૂત સંમેલન યોજાયું - vijapur news
મહેસાણા : વિજાપુર ખાતે પાંચ જિલ્લાનું સંયુક્ત ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સાથે અટલ બિહારી વાજપેયીને યાદ કરતા સુશાસન દિવસની પણ ઉજવણી કરાઈ હતી.
![વિજાપુરમાં ઉતર ગુજરાતના જિલ્લાઓનું સંયુક્ત ખેડૂત સંમેલન યોજાયું ખેડૂત સંમેલન સાથે સુશાસન દીન ઉજવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5489246-thumbnail-3x2-msn.jpg)
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયા છે. લાભાર્થી કેટેગરીમાં આવતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા 3795 કરોડની સહાય આપવામાં આવશે. જેનો આજથી શુભારંભ કરતા ઉતર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા , બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના 5,86,303 ખેડૂતોને કુલ 5,37,876.47 લાખ કૃષિ સહાય પેકેજ અંતર્ગત આપવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત ત્રણ હપ્તે ઉતર ગુજરાતના કુલ 12,56,881 ખેડૂતોને કુલ 68,994.50 લાખ સહાય આપવામાં આવશે. તો બીજી તરફ ઉતર ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં વર્ષ 2018થી 2020 સુધીમાં 5,248 ખેડૂતોને 629 લાખની સહાય આપવામાં આવશે.