ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝાની APMCની ચૂંટણી આગામી 9મી જૂને યોજાશે - Gujarati News

મહેસાણાઃ જિલ્લામાં એક પછી એક સરકારી કે સહકારી ચૂંટણીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે વિશ્વની વિખ્યાત ઊંઝા APMCમાં પણ ટર્મ પૂરી થતા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી પણ જાહેર થતાં APMCની ચૂંટણી પર ગ્રહણ લાગ્યું હતું અને ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી.

ઊંઝાની APMCની ચૂંટણી આગામી 9મી જૂનના રોજ યોજાશે

By

Published : May 28, 2019, 8:53 PM IST

હવે રાજકીય ચૂંટણીઓ પૂર્ણ થતાં જિલ્લા રજીસ્ટાર દ્વારા APMC ઊંઝા માટે આગામી 9 જૂને ચૂંટણી થવા જઈ રહી છે. જેમાં 28 મેના રોજથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરાવતાં ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવ્યા છે. 29 મેના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી કરાશે. જ્યારે 1લી જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદત આપવામાં આવી છે.

ઊંઝાની APMCની ચૂંટણી આગામી 9મી જૂનના રોજ યોજાશે

ઊંઝા APMC એટલે કે સહકારી ક્ષેત્રે યોજાનારી આ ચૂંટણીમાં ખેડૂત વિભાગના 313 મતદારો નોંધાયા છે. જ્યારે વેપારી વિભાગમાં 1631 મતદારો નોંધાયા છે. જેમના મતદાનથી ખેડૂત વિભાગના 8 અને વેપારી વિભાગના 4 ડિરેક્ટરો અને મંડળી વિભાગમાં 2 ડિરેક્ટરોની નિમણુક કરવામાં આવે છે. જો કે હાલમાં મંડળી વિભાગમાં કોઈ મતદારો ના હોઈ એ જગ્યા ખાલી કુલ 12 સભ્યોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ કુલ 17 ડિરેક્ટરોની ઊંઝાના બોર્ડ માટે ચૂંટણી યોજાયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details