- મહેસાણાનાં નગર સેવીકાએ લગ્ન વર્ષગાઠ નિમિતે 2600 વૃક્ષ વાવવનો કર્યો સંકલ્પ
- પાલિકાના સહયોગથી શરૂ કરી કામગીરી
- લોકોને પણ વૃક્ષ રોપવાની કરી અપીલ
મહેસાણા : જિલ્લાના કડી પાલિકાના નગરસેવીકા ઉષાબેન પટેલ અને તેમના પતિ દિનેશભાઇ પટેલ જેઓ હાલમાં મહેસાણા જિલ્લામાં કા.અધ્યક્ષ તરીકે કાર્યરત છે જેઓએ કોરોના મહામારીના સમયમાં તેમના લગ્નજીવનની 26મી વર્ષગાંઠની ઉજવણીમાં દેખાડો મૂકી પ્રકૃતિ બચાવવાનું કાર્ય આરંભ્યું છે. તેઓએ 26મી વર્ષગાંઠ નિમિતે 2600 જેટલા વૃક્ષો વાવી ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો જેની શરૂઆત બુધવારના રોજ કરી હતી.
લોકો પોતાના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ નિમિતે એકબીજાની દેખાદેખીમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે અને મહેનતના રૂપિયા વેડફી રહ્યા છે. કડી ગામના વીએચપી અધ્યક્ષ દિનેશભાઇ પટેલ અને તેમના ધર્મપત્ની ઉષાબેન પટેલ જેઓ હાલમાં કડી નગરપાલિકામાં આરોગ્ય અને પર્યાવરણ સમિતિના ચેરમેન છે. સેવા એજ પ્રભુસેવા માનતા આ દંપતીએ તેમની 26મી લગ્નતિથી નિમિતે દેખાદેખીમાં ખોટા ખર્ચ્યા કર્યા વિના વૃક્ષારોપણ સંકલ્પ મહાઅભિયાન આદર્યું છે. તેમણે બુધવારના રોજ નગરપાલિકાના સહયોગથી તેઓએ આખા વર્ષ દરમ્યાન 2600 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેની સારી માવજત થયી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો છે.