ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજમાં મળ્યું સ્થાન

ગુજરાતની જૂનામાં જૂની કોલેજોને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે તે પૈકીની વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. આઝાદી પહેલાની આ કોલેજ છે, આ કોલેજમાં 3 પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાને અભ્યાસ કર્યો હતો.

વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજમાં મળ્યું સ્થાન
વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજમાં મળ્યું સ્થાન

By

Published : Aug 8, 2021, 12:18 PM IST

  • કોલેજમાં ભવાઇના કલાકાર જયશંકર સુંદરીએ પણ નાટકો ભજવ્યા છે
  • પૂર્વ નાણાંપ્રધાન બી.કે. ગઢવી સહિતના દિગ્ગજો કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે
  • ડિસેમ્બર માસમાં કોલેજની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરતા ઉજવણી કરવામાં આવશે

વિસનગર: અંગ્રેજોના સમયમાં બનેલી ઐતિહાસિક એમ.એન.કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. આ કોલેજમાં વર્ષ 1966-67માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, 1967-68માં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, 1964માં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચાૈધરી, પૂર્વ નાણાંપ્રધાન બી.કે. ગઢવી સહિતના દિગ્ગજો અભ્યાસ કરી ચૂક્યા છે. ઉપરાંત, ભવાઇના કલાકાર જયશંકર સુંદરીએ પણ નાટકો ભજવ્યા છે.

વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજમાં મળ્યું સ્થાન

આ પણ વાંચો- પાટણમાં વિરાસત સંગીત સમારોહની પૂરજોશમાં તૈયારીઓ

વિસનગર પણ શિક્ષણ નગરી તરીકે ઓળખાતું હતું

ઉત્તર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટે તે માટે વિસનગરના શેઠ માણેકલાલ નાનચંદે રૂપિયા 4 લાખમાં જમીન દાનમાં આપતાં 1946માં કોલેજની સ્થાપના થઇ હતી. તે સમયે રાજસ્થાનના અજમેરથી અમદાવાદ સુધી એક માત્ર આ એમ.એન કોલેજ હોવાથી દૂર-દૂરથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવતા હતા અને ત્યારથી વિસનગર પણ શિક્ષણ નગરી તરીકે ઓળખાતું થયું હતું.

આ પણ વાંચો- વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

આજે વિસનગરમાં અનેક ખાનગી શાળા કોલેજો અને યુનિવર્સીટી છે

આજે વિસનગરમાં અનેક ખાનગી શાળા કોલેજો અને યુનિવર્સીટી છે, પરંતુ એમ.એન.કોલેજમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ગૌરવ સાથે આતુરતા અનુભવે છે. કારણ કે, આ જ કોલેજમાં અનેક લોકો અભ્યાસ કરી ઉચ્ચ અધિકારી કે પ્રતિષ્ઠિત હોદ્દા પર બિરાજમાન થયા છે અને કોલેજ વિશાળ જગ્યામાં રમણીય વાતાવરણમાં આવેલી હોવાથી અભ્યાસ માટે એક અલગ માહોલ પ્રદાન થઈ રહ્યો છે, તો આગામી ડિસેમ્બર માસમાં કોલેજને સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરતા ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details