- 8 મહિનાથી બંધ મહેસાણાની પાસપોર્ટ ઓફિસ પુન:શરૂ કરવા સાંસદની રજૂઆત
- મહિલા સાંસદ શારદાબેનની રજૂઆત રંગ લાવી
- 8 મહિના બાદ મહેસાણા પોસ્ટ ઓફિસે પાસપોર્ટ ઓફિસ પુનઃ કાર્યરત કરાઈ
- પાસપોર્ટ માટે લોકોને અમદાવાદના થતા હતા ધક્કા
- સાંસદના પ્રયત્નથી પાસપોર્ટ સેવા પુનઃશરૂ
મહેસાણાઃ જિલ્લામાં પાસપોર્ટ ઓફિસ શરૂઆતમાં સારી ચાલ્યા બાદ સ્ટાફની અછત સહિતની બાબતોને લઇ બંધ જેવી હાલતમાં હતી, ત્યાં કોરોનાને કારણે તે 8 મહિનાથી સદંતર બંધ થતાં લોકોને પાસપોર્ટ માટે અમદાવાદ જવું પડતુ હતુ. આ સંજોગોમાં થયેલી રજૂઆતોને પગલે સાંસદ શારદાબેન પટેલે 8 મહિનાથી બંધ પાસપોર્ટ ઓફિસને કારણે લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી આ પાસપોર્ટ સેવાકેન્દ્ર પુન:શરૂ કરવા અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસમાં લેખિત જાણ કરી હતી.