ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં સિવિલ હોસ્પિટલને 12,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ મળશે - સિવિલ હોસ્પિટલને 12,000 લિટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ મળશે

મહેસાણા જિલ્લામાં પણ કોરોનાના કારણે દર્દીઓની હાલત કફોડી બની છે. હાલમાં વિસનગરની સિવિલ હોસ્પિટલમાં 100 દર્દીઓ સારવાર હેઠળ છે. વિસનગર સિવિલના ધારાસભ્યના પ્રયાસથી અને દાતાઓની 40 મદદથી ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં 12,000 લીટર ઓક્સિજન ક્ષમતાનો પ્લાન્ટ કાર્યરત થશે.

Mehsana
Mehsana

By

Published : May 8, 2021, 2:21 PM IST

  • વિસનગર સિવિલિ હોસ્પિટલમાં 135માંથી 100 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા
  • ગરીબ અને મધ્યમ વર્ગી દર્દીઓ માટે સંજીવની બની વિસનગર સિવિલ હોસ્પિટલ
  • વિસનગર સિવિલ હોસ્પિટલમાં 40 ઓનલાઈન ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે
  • ધારાસભ્ય અને સેવાભાવી લોકોના આર્થિક સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે
  • 3 અઠવાડિયામાં વિસનગર સિવિલમાં ઓનલાઈન ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે
  • ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિસનગર સિવિલને એમ્બ્યુલન્સ અને કોન્સન્ટ્રેટરની સુવિધા મળશે
  • ધારાસભ્યના પ્રયાસથી વિસનગર સિવિલમાં અદ્યતન બેડની સુવિધા મળશે
  • વિસનગર વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય, સેવાભાવી સંસ્થાઓ અને સિવિલ હોસ્પિટલ દેવદૂત સમાન
  • IMA અને સરકારી તબીબોના સહકાર ગામડે ગામડે કોરોનાની તપાસ અને સારવાર આરંભવામાં આવી
  • 4, 500 લોકોની તપાસ કરી દવાની કિટો અર્પણ કરવામાં આવી

મહેસાણાઃ વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની મદદથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ માટે અનેક દાતાઓ પણ દાન આપશે. વિસનગર તાલુકાના કોરોના દર્દીઓ માટે સ્થાનિક ધારાસભ્ય, સેવાભાવી લોકોના પ્રયાસથી વિસનગરની સિવિલ હોસ્પિટલમાં ઓનલાઈન ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના થઈ રહી છે. વિસનગર સિવિલમાં ધારાસભ્યના પ્રયાસથી દાતાઓના દાનની સરવાણી થતા 40 પોલીન્ટ ઓનલાઈન ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિસનગર સિવિલને એમ્બ્યુલન્સ અને કોન્સન્ટ્રેટરની સુવિધા મળશે

આ પણ વાંચોઃલુણાવાડામાં સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાદ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે

વિસનગર ધારાસભ્યએ 35 લાખ રૂપિયાની ગ્રાન્ટ વિસનગર સિવિલને ફાળવી

12,000 લિટર ઓક્સિજન ક્ષમતાનો પ્લાન્ટ કાર્યરત થશે. હાલમાં આ સરકારી હોસ્પિટલમાં કુલ 135 જેટલા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે, જેમાંથી 100 દર્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. વિસનગરમાં ગરીબ અને મધ્યમ વર્ગ સહિતના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. અહીં સ્થાનિક ધારાસભ્ય દ્વારા આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો કરવા માટે 35 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા વિસનગર સિવિલની એમ્બ્યુલન્સ, ઓક્સિજન કોન્સન્ટ્રેશન અને અદ્યતન બેડની સુવિધા પ્રાપ્ત થશે.

વિસનગર સિવિલ હોસ્પિટલમાં 40 ઓનલાઈન ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે
ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિસનગર સિવિલને એમ્બ્યુલન્સ અને કોન્સન્ટ્રેટરની સુવિધા મળશે
આ પણ વાંચોઃસોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સીજન પ્લાન્ટ માટે રૂ. 50 લાખનું અનુદાનIMA અને સરકારી તબીબોના સહયોગથી કોરોના સામે લડી રહ્યું છે વિસનગર

વિસનગર APMCના ચેરમેન અને ધારાસભ્ય ઋષિકેશ પટેલમાં પ્રયાસથી APMC દ્વારા તાલુકાના ગામે ગામ દર્દીઓની ઘરે બેઠા સારવાર માટે IMA અને સરકારી તબીબોના સહયોગથી કોરોના સામેની લડતમાં 1 દિવસમાં 1 તબીબ દ્વારા 4 ગમમાં નાગરિકોના આરોગ્યની ચકાસણી કરી દવાની કિટ નિઃશુલ્ક આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેને લઈ અત્યાર સુધીમાં કુલ 4,500 લોકોની તપાસ કરી APMC દ્વારા આપવામાં આવેલી દવાની કિટ નિઃશુલ્ક દર્દીઓને આપવામાં આવી છે. તો કુલ 9,000 કિટ તૈયાર કરવામાં આવી છે. આમ, આજે વિસનગરના સ્થાનિક ધારાસભ્યએ ખરા અર્થમાં મહામારી સમયે નાગરિકોની પડખે ઉભા રહી પ્રજાના પ્રતિનિધિ તરીકેની ફરજ એડા કરી બતાવી છે.

3 અઠવાડિયામાં વિસનગર સિવિલમાં ઓનલાઈન ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે

ABOUT THE AUTHOR

...view details