- સૂર્યમંદિર મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ-2021નું આયોજન
- ગાંધીનગરથી ઇ-ઉદ્દઘાટન કરવામાં આવશે
- સૂર્યમંદિરને કલરફુલ લાઇટિંગ સાથે આબેહૂબ રોશનીથી શણગારાશે
મહેસાણા : મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તા. 23 જાન્યુઆરીના રોજ સૂર્યમંદિર મોઢેરા ખાતે યોજાનાર એક દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-2021નું સાંજે 6.30 કલાકે ગાંધીનગરથી ઇ-ઉદ્દઘાટન કરવામાં આવશે. આ મહોત્સમાં શાસ્ત્રીય નૃત્યના ભારતવર્ષના પ્રતિભાવંત કલાકારઓ દ્વારા વિવિધ નૃત્યોની શૈલી રજુ કરવામાં આવશે. જેમાં મણીપુર ગૃપ દ્વારા મણીપુરી નૃત્ય- મણીપુરી જાગોઈ મારૂપ, ઇમ્ફાલની પ્રસ્તૃતિ, મુદ્રા સ્કુલ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ અમદાવાદ ગૃપ દ્વારા કથકલી નૃત્ય, કલા કલ્પ સાંસ્કૃતિક સંસ્થાન, ન્યુ દિલ્હી ગૃપ દ્વારા ઓડિસી નૃત્ય જ્યારે શ્રીદેવી નૃત્યાલય, ચેન્નઈ દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તૃતિ કરવામાં આવશે.