ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત - District Collector- Mehsana

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકાઓ અને નગરપાલિકાની ચૂંટણી લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી મતદાન પ્રક્રિયા માટે તમામ વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા અધિકારી
જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા અધિકારી

By

Published : Feb 27, 2021, 9:52 AM IST

  • મતદાનના બે દિવસ પહેલાથી જ આચારસંહિતાનું ચુસ્ત પાલન
  • કુલ 16,37,155 મતદારોના હાથમાં ઉમેદવારોના ભાવિ
  • ચૂંટણી અને પોલીસ તંત્ર મતદાન કામગીરી માટે બન્યું સજ્જ

મહેસાણા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ચૂંટણી આયોગના નીતિનિયમ મુજબ મતદાનના બે દિવસ પહેલાથી જ આચારસંહિતાનું ચુસ્ત પાલન કરાવતા પ્રચાર પડઘમ શાંત કરાવવામાં આવ્યા છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયતની 42, 10 તાલુક પંચાયતની 216 અને 4 નગરપાલિકાના 38 વોર્ડ માટે કુલ 152 બેઠકો પરના ઉમેદવારો માટે ચૂંટણી પ્રક્રિયા કરતા 28 ફેબ્રુઆરી રવિવારના રોજ મતદાન પ્રક્રિયા થવાની છે. જેમાં 16,37,155 જેટલા મતદારોને મતાધિકાર આપવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી કામગીરી માટે કુલ 12,443 જેટલા કર્મચારીઓને ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે EVM મશીનનો ઉપયોગ મતદાન માટે થવાનો છે. જે સ્ટ્રોંગ રૂમમાંથી સીધા મતદાન મથકે લઈ જઈ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ટેસ્ટિંગ કરી મતદાન પ્રક્રિયામાં ઉપયોગી બનશે.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા અધિકારી
ચૂંટણીને પગલે જિલ્લા પોલીસ સહિત સુરક્ષા તંત્ર પણ સજ્જજિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને માટે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જેમાં 4,691થી વધુ પોલીસ જવાનો 4 DYSP, 15 PI અને 58 PSI સાથે 208 SRPના જવાનો સુરક્ષા સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ખડેપગે તૈનાત રહેવાના છે. જિલ્લામાં કુલ 116થી વધુ ફ્લેગ માર્ચ યોજી મતદારોને જાગૃત કરવામાં આવ્યા છે અને ખૂબ સારી રીતે મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details