મહેસાણા : મોઢેરા ચોકડી પાસે આવેલા એબી ટાવરની ગલીમાં યુવકનો અવાવરું જગ્યાએ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જ્યારે તેની જાણ એક જાગૃત નાગરિક દ્વારા પોલીસને કરવામાં આવતા મહેસાણા બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મહેસાણામાં એબી ટાવરની ગલીમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો - mehsana crime
મહેસાણામાં એબી ટાવરની ગલીમાં બલોલના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે મૃતકના પરિવારને બનાવ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હૉસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણામાં એબી ટાવરની ગલીમાં બલોલના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પોકેટમાંથી મળી આવેલા કાર્ડ આધારે મૃતક બલોલ ગામનો 28 વર્ષીય વિશાલ બચુભાઇ પટેલ નામનો યુવાન હોવાની હકીકત સામે આવી હતી. જે બાદ પોલીસે મૃતકના પરિવારને બનાવ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.