- ખેરાલુ ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો
- સ્થાનિકોની મદદથી બન્ને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
- અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી
મહેસાણાઃ ખેરાલુ તાલુકામાં આવેલા ચીમનાબાઈ સરોવરમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે, હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.