મહેસાણા: મેમદપુર ગામમાં રહેતા ઠાકોર લલિતજી શકરાજીના પાંચ વર્ષીય માસુમ બાળકને અજાણ્યા લોકોએ મોતને ઘાટ ઉતારી ઝાડીમાં ફેંકી દીધો હોવાની આશંકા સાથે બાળકનો મૃતદેહ મળતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મહેસાણાઃ જોટાણા મેમદપુર ગામમાં પાંચ વર્ષના માસુમ બાળકનો મૃતદેહ મળતાં ચકચાર - murder kidnapping
મહેસાણાના મેમદપુર ગામના ઠાકોર લલિતજી શકરાજીના પાંચ વર્ષીય માસુમ બાળકને અજાણ્યા લોકોએ મોતને ઘાટ ઉતારી ઝાડીમાં ફેંકી દીધો હતો. આ આશંકા સાથે બાળકનો મૃતદેહ મળતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
![મહેસાણાઃ જોટાણા મેમદપુર ગામમાં પાંચ વર્ષના માસુમ બાળકનો મૃતદેહ મળતાં ચકચાર memdpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9043269-thumbnail-3x2-fczadf.jpg)
લલિતજી ઠાકોર મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમનો પાંચ વર્ષનો માસુમ પુત્ર જગદીશજી ઠાકોર સાંજના છ કલાકથી ખોવાઈ જતા તેના માતા પિતા શોધખોળ કરતા હતા, ત્યારે ગામના યુવકે અજાણ્યા લોકો ઇકો ગાડીમાં બાળકનું અપહરણ કરી લઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
જે બાદ બાળકની શોધખોળ કરતા મેમદપુરથી બાલસાસણ ગામ જવાના રસ્તા ઉપર રોડથી 10 મીટરના અંતરમાં આવેલ ઝાડીઓમાંથી માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ ગામના લોકોએ સાંથલ પોલીસને જાણ કરતા સાંથલ પોલીસ સ્ટેશનના PSI વાય.એચ.રાજપૂતે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ ઇકો ગાડીમાં બાળકનું અપહરણ નજરે જોનારા ગામના યુવકની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.