ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણપત યુનિવર્સિટી બાયોટેક્નોલોજીના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ડૉ. કવિત મહેતા ગોલ્ડ મેડલ એવોર્ડ આપશે - ગણપત યુનિવર્સિટીએ ડૉ. કવિત મહેતા ગોલ્ડ મેડલ એવોર્ડની જાહેરાત કરી

મહેસાણામાં આવેલી ગણપત યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના એક વૈજ્ઞાનિક ડૉ. કવિત મહેતા કોરોનાનો ભોગ બનતા તેમનું નિધન થયું છે. તેમના માનમાં ગણપત યુનિવર્સિટી બાયોટેક્નોલોજીના શ્રેષ્ઠ વિદ્યાર્થીને ડૉ. કવિત મહેતા ગોલ્ડ મેડલ એવોર્ડ આપશે.

Gold medal award will be given to the student of Ganpat University
Gold medal award will be given to the student of Ganpat University

By

Published : May 9, 2021, 5:13 PM IST

  • ગણપત યુનિવર્સિટી બાયોટેક્નોલોજીના શ્રેષ્ઠ વિદ્યાર્થીને ડૉ. કવિત મહેતા ગોલ્ડ મેડલ એવોર્ડ આપશે
  • ગણપત યુનિવર્સિટી અને વિજ્ઞાન જગતે આશાસ્પદ યુવા વિજ્ઞાનિકને ગુમાવ્યા
  • યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના વૈજ્ઞાનિકનું અવસાન

મહેસાણા : ગણપત યુનિવર્સિટિએ પોતાના કેમ્પસ આસપાસના ગામડાઓમાં લોકોની સેવા માટે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કર્યો છે, ત્યારે ગણપત યુનિવર્સિટિએ સાયન્સ ફેકલ્ટીના એક વૈજ્ઞાનિક ડૉ. કવિત મહેતા કોરોનાનો ભોગ બનતા ગુમાવ્યા છે. જેમની ઓનલાઇન પ્રાર્થના સભાનુ આયોજન ઓનલાઇન કર્યું હતું.

આ પણ વાંચો : એન્ટિ મંડળ કમિશન ફોરમના સંયોજક ડીયુના પૂર્વ વિદ્યાર્થી હરેરામસિંહનું મૃત્યુ

ડૉ. અમિત પરીખે ડૉ. કવિત મહેતા સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા

ગણપતભાઇ પટેલ દાદાની પ્રેરણા સાથે પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ ડો. કવિત મહેતા ગોલ્ડ મેડલ એવોર્ડની જાહેરાત કરી હતી. જે દર વર્ષે બાયોટેકનોલોજીના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે. ગણપત યુનિવર્સિટિના સાયન્સ ફેકલ્ટીના ડીન અને મહેસાણા અર્બન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયસન્સના પ્રિન્સીપાલ ડૉ. અમિત પરીખે ડૉ. કવિત મહેતા સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ સહિત 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

આશાસ્પદ વિજ્ઞાનિક ડૉ. કવિત મહેતાને શ્રદ્ધાંજલિ આપતા તેમની દીકરીના અભ્યાસ માટે સહાય અપાઈ

ઓનલાઇન પ્રાર્થનાસભામાં ગણપતભાઈ પટેલ દાદા અને ડૉ. મહેન્દ્ર શર્મા ઉપરાંત યુનિવર્સિટીના પ્રોફેસરો, વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર ડૉ. અમિત પટેલ, પ્રો. ડૉ. એસ. એસ. પંચોલી, ડૉ. કવિતના Ph.D. ગાઇડ ડૉ. બી. કે. જૈન, ડૉ. ભાલાણી, ડૉ. કુંજકિયા સહિત મહાનુભાવો અને સાથી મિત્રો જોડાયા હતા. ગણપત યુનિવર્સિટિના પ્રેસિડેન્ટ અને પેટ્રન- ઇન ચીફ ગણપતભાઇ પટેલે પરિવારના પ્રિય દાદાજેમ જ ડૉ. કવિત મહેતાની છ વર્ષની પુત્રી ઇક્શા માટે વિશેષ એજ્યુકેશન ફંડ ફાળવવાની વાત્સલ્યપૂર્ણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ડૉ. મહેન્દ્ર શર્માએ ખુબ ભાવપૂર્વક અંજલિ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details