ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં ગાંધીજીની 150મી જન્મજયંતિ અંતર્ગત 'બાપુ સ્કૂલ મેં' કાર્યક્રમ યોજાયો

મહેસાણા જિલ્લામાં IITEની ટીમ દ્વારા શાળામાં જઇને 'બાપુ સ્કૂલ મેં' કાર્યક્રમ અંતર્ગત ગાંધી બાપુના વિચારોને પીરસવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગુરૂવારે આ ટીમ વિજાપુર તાલુકામાં પહોંચી હતી. જ્યાં અભ્યાસના પાઠ સાથે વિદ્યાર્થીઓને બાપુની વિચારસરણીનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.

ETV BHARAT
ગાંધીજીની 150મી જન્મજયંતિ અંતર્ગત 'બાપુ સ્કૂલ મેં' કાર્યક્રમ યોજાયો

By

Published : Jan 30, 2020, 9:45 PM IST

મહેસાણા: રાજ્યમાં ગાંધી બાપુની 150મી જન્મજયંતી ગૌરવપૂર્ણ રીતે ઉજવાઈ રહી છે, ત્યારે ગાંધીનગર ખાતે કાર્યરત IITE દ્વારા ગાંધી બાપુના સત્ય, અહિંસા, ધર્મ સહિતના વિચારોને સાથે રાખી 'બાપુ સ્કૂલ મેં' કાર્યક્રનું આભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં IITEની વિવિધ 40 ટીમ 26 જાન્યુઆરીથી રાજ્યના 33 જિલ્લાઓમાં ફરી રહી છે અને શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ગીતગાન, વાર્તા, પ્રવચન સહિત વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા ગાંધી બાપુના વિચારો અને તેમના સફળ જીવન પરનો બોધ પાઠ આપી રહ્યા છે. જેમાં બાપુના એકાદશી વ્રતો વિદ્યાર્થી માનસમાં સમજાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગાંધીજીની 150મી જન્મજયંતિ અંતર્ગત 'બાપુ સ્કૂલ મેં' કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details