મહેસાણા : સમગ્ર વિશ્વમાં કોરોના રૂપી મહામારી વર્તાઇ રહી છે. ત્યાં સરકાર દ્વારા આ મહામારીને દુર કરવા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. સરકારે અનલોક 2 દ્વારા અનેક જીવન જરૂરીયાતને હળવી કરી છે. તેમજ ભક્તો માટે મંદિરો ખોલવાના નિર્ણયથી સૌ ભક્તો આંનદમય થયા છે. જોકે, મહેસાણા જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ બેચરાજી ગામ જ્યાં બહુચરાજી માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઇન લાગતી હોય છે.
બહુચરાજી માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે ગુરુપૂર્ણિમાએ રહેશે બંધ - Corona transition
મહેસાણામાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને અષાઢ સુદ પુનમના દિવસે એટલે કે, ગુરુપૂર્ણિમાના દિવસે બહુચરાજી માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે.
બહુચરાજી માતાજી
કોરોના મહામારીના લીધે સરકારની સૂચનાઓ અનુસાર 20 માર્ચ 2020થી દર્શનાર્થીઓ માટે દર્શનના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અનલોક 2 અનુરૂપ બહુચરાજી માતાજીના મંદિરના દ્વાર 15 જૂન 2020થી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
કોરોના મહામારીના લીધે દર્શનાર્થીઓના હિત માટે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અષાઢ સુદ પુનમના દિવસે એટલે કે, 5 જુલાઇ 2020ને રવિવારના રોજ ગુરૂપૂર્ણિમાએ શ્રી બહુચરાજી માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે.