- જમીનમાં ઉત્ખનન દરમિયાન અવશેષો મળી આવ્યા
- વડનગરમાં પુરાતત્વ વિભાગની કામગીરી
- અમરથોળ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે ઉત્ખનન
વડનગરના અમરથોળમાંથી પુરાતત્વ વિભાગને 2 હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા - gujarati news
મહેસાણા જિલ્લાનાં અમરથોળ ખાતે હાલમાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમ્યાન પુરાતત્વ વિભાગને અંદાજિત 2 હજાર વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો ચોક્કસ કેટલા વર્ષ જૂના છે, તેની ભાળ મેળવવા માટે તેઓને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.
વડનગરના અમરથોળમાંથી પુરાતત્વ વિભાગને 2 હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા
મહેસાણા: જિલ્લામાં આવેલા ઐતિહાસિક ધરોહર એવા વડનગરમાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન પ્રક્રિયાચાલી રહી છે. ત્યારે તાજેતરમાં વડનગરમાં આવેલ અમરથોળ વિસ્તારમાં ચાલી રહેલી સંશોધનની કામગીરીમાં એક 2000 વર્ષ જૂનો કોટ મળી આવ્યો છે. જ્યારે અહીં પહેલા કોઈ પ્રજાતિ વસવાટ કરતી હોય તેમ કેટલાક સ્ટ્રક્ચર પણ મળી આવ્યા છે. જેમાં ગટર, દિવાલ, સહિતના અવશેષોનો સમાવેશ થાય છે.