શિક્ષણવિદ્યાર્થીની માનસિક સ્થિતિ પર નિર્ભર કરતું હોય છે. ત્યારે જ્ઞાન સાથે ગમ્મતઅને ગમ્મત સાથે જ્ઞાન એ એક બીજાના પર્યાય બની જાય છે.વિદ્યાર્થીઓમાં છુપાયેલી કુશળતા બહાર આવે અને વિદ્યાર્થી અવસ્થામાં યુવા પેઢીપોતાના શોખ સાથેઆગળ વધી શકે છે. તેથીગણપત વિદ્યામંદિરમાં આવેલામહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ચેરમેન પદ્મશ્રી ગણપતભાઈ પટેલ અને વૈજ્ઞાનિક ડૉ.કુમાર ભટ્ટ અને પ્રિન્સિપાલ દ્વારા ઈન્ટસ્ટીટ્યૂટના 315 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં પોતાનું આગવું કૌશલ્ય રજૂ કરી સિદ્ધિ પ્રાપ્ત કરતા સન્માન પત્રો અને શિલ્ડ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગણપત યુનિવર્સિટીની સાયન્સ કોલેજમાં યોજાયો વાર્ષિકોત્સવ
મહેસાણાઃ ખેરવામાં આવેલા ગણપત વિદ્યાધામના મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ વિભાગ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા 315 જેટલા વિદ્યાર્થીઓને સન્માન પત્રો અને શિલ્ડ આપી સન્માનિત કરાયા છે.
Science College
આ કાર્યક્રમ અંતર્ગતઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ સંગીત ગાન ગુંજન ડાન્સ નૃત્ય અને નાટકો ડ્રામાસહિતની ઇવેન્ટોની રજૂઆત કરી હતી. તે દ્વારા તેમણેદર્શાવ્યું હતું કે,વિદ્યાર્થીઓમાત્ર ભણવામાં જ નહી, પરંતુ અન્ય પ્રવૃતિઓમાં પણ પોતાનું જીવન આગળ ધપાવી શકે છે તેવો વિશ્વાસ જગાડતા પ્રોગ્રામ પર્ફોમરોએમનમોહક પ્રદર્શન રજૂ કર્યું હતું. જેને જોઈદર્શકો અને ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ બન્યા બની ગયાહતા.