ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવનાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા

મહેસાણામાં HDFC બેન્કમાં નકલી નોટો જમા કરાવનાર વેપારીઓની પોલીસે પૂછપરછ કરતા સમગ્ર પ્રકરણની કડીઓ રાજકોટ થી મળી આવતા મહેસાણા પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

મહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવનાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા
મહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવનાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા

By

Published : Dec 4, 2020, 6:22 PM IST

  • મહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવાઇ
  • પોલીસે કલર પ્રિન્ટરને છાપેલી નકલી ચલણી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • આરોપીઓના 10 દિવસના રિમાન્ડની કરાઈ માગ
    મહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવનાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા

મહેસાણા: ભારતમાં નોટબંધી બાદ સરકારનો ડુપ્લીકેટ નોટોનું ચલણ ડામવાનો ઈરાદો પાર નથી પડી રહ્યો. મહેસાણા ખાતે HDFC બેંકમાં એક વેપારીએ 200 ના દરની 100 નોટો લેખે 20, 000 રૂપિયા જમા કરાવતા બેન્ક મેનેજરને તે નોટો નકલી હોવાનું માલુમ પડ્યું હતું જેના આધારે બેન્ક મેનેજરે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

મહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવનાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા

ચલણી નોટો છાપકામ કરવાના મશીન સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા

નકલી નોટો મામલે બેંકમાં પૈસા જમા કરાવનાર મહેસાણાના વેપારીની પૂછપરછ કરતા તેમને તે નોટો બેચારજીના પ્રોવિજન સ્ટોરના વેપારીએ આપી હોવાની હકીકત મળી હતી જે આધારે પોલીસે તપાસનો સિલસિલો આગળ વધારતા બેચારજીના વેપારીએ તે નોટો રાજકોટથી ઉઘરાણી પેટે આવેલા 40 હજારના પેમેન્ટમાં આવી હોવાની માહિતી આપી હતી. આમ નકલી ચલણી નોટોનું પગેરું રાજકોટમાં હોવાથી મહેસાણા જિલ્લા પોલીસની ટીમે રાજકોટમાં જઈ તપાસનો ધમધમાટ શરૂ કરતાં નકલી ચલણી નોટો છાપકામ કરવાના મશીન સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા હતા. જેમની સ્થળ પર થી અટકાયત કરી પૂછપરછ કરતા જડપાયેલ આરોપીઓનો નકલી નોટો બજારમાં ફેલાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં આરોપીઓએ ચોટીલા, રાજકોટ અને ભાવનગર સહિતના વિસ્તારમાં નકલી ચલણી નોટોથી ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે. જોકે પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની કોર્ટમાં માગ કરી છે.

મહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવનાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details