- પોલીસે સોનાની લગળી અને 20 હજાર રોકડ સાથે આરોપીને ઝડપી પાડ્યો
- ચોરી કરેલ મુદ્દામાલ મિત્રના ઘરે મૂકયો હોઈ મિત્ર પણ આરોપી બન્યો
- કડી પોલીસની ઊંઘ હરામ થઈ રહી છે ત્યાં માંડ એક ચોરીનો કેસ ઉકેલાયો
કડીમાં 3.90 લાખની તસ્કરી મામલે આરોપી ઝડપાયો, 2.70 લાખનો જ મુદ્દામાલ રિકવર
મહેસાણાઃ કડીમાં લૂંટ અને ચોરીની અનેક ઘટનાઓ વચ્ચે હવે કડી પોલીસને તાજેતરમાં થયેલી એક ચોરીની ઘટનાને ઉકેલવામાં સફળતા હાથ લાગી છે. જેમાં એક ઘરફોડ ચોરીની ઘટનામાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરતા અમદાવાદથી આરોપીને ઝડપી લઈ 20,000 રુપિયા રોકડ અને સોનાની લગળી સહિત કુલ રૂપિયા 2.70 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
કડીમાં 3.90 લાખની તસ્કરી મામલે આરોપી ઝડપાયો, 2.70 લાખનો જ મુદ્દામાલ રિકવર આ પણ વાંચોઃનૌગામ પોલીસે દારૂની તસ્કરી કરતા આરોપીની ધરપકડ કરી
3.90 લાખની તસ્કરીનો સમાન મિત્રના ઘરે સંતાળતા મિત્ર પણ ગુનામાં સંડોવાયો
કડી ટાઉનમાં 3.90 લાખની તસ્કરી મામલે કડી પોલીસને બનાવ સ્થળ નજીકથી CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા. જે ફૂટેજના આધારે કડી પોલીસે ચોર શખ્સની ઓળખ કરતા અમદાવાદ સરખેજ વિસ્તારમાં અંબર ટાવર પાસે પન્ના ફ્લેટમાં રહેતો મોઇનખાન પઠાણ ઉર્ફે મુરઘી, બાપુ હોવાની માહિતીના આધારે પોલીસે તેને ત્યાં જુહાપુરના હંગામી સરનામે તપાસ કરતા આરોપી શખ્સ મળી આવ્યો હતો. તેની પૂછપરછમાં આરોપી શખ્સે ચોરીનો મુદ્દામાલ તેના મિત્ર સાહિલ ઉર્ફે સુરતી શેખને ત્યાં સંંતાળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બન્ને આરોપીને હસ્તગત કરી ચોરી કરાયેલી સોનાની 59.280 ગ્રામ વજનની લગળીની કિંમત રૂપિયા 2.50 લાખ અને 20 હજાર રોકડા મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે, તો બાકીના મુદ્દામાલની રિકવરી મામલે પોલીસ દ્વારા કોઈ ઉલ્લેખ કરાયો નથી.
આ પણ વાંચોઃવાપીમાં બકરાની તસ્કરી કરનાર 3 શખ્સો કાર પડતી મૂકીને ફરાર થયા