મહેસાણા જિલ્લામાં શૈક્ષણિક નગરી તરીકે ઓળખાતા વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે યુનિવર્સીટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાજરી આપતા અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરી સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરી સન્માનિત કર્યા હતા. યુનીવર્સીટી દ્વારા આયોજિત દ્વિતીય પદવીદાન સમારોહમાં ડેન્ટલ કોલેજ, નર્સિંગ, ફાર્મસી, એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર.વિભાગના વિદ્યાર્થીઓને ડીગ્રી અને ફેકલ્ટીના 712થી વધુ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ હતી. તેમજ 28 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરાયા હતા.
વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજાયો - Date of death of Karmaveer Sankalchand Patel
મહેસાણાઃ વિસનગર સાંકળચંદ પટેલ યુનીવર્સીટી દ્વારા દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમા કોનવોકેશન કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા.અને સામાજિક સેવા સંસ્થાઓની સ્થાપના કરનારા કર્મવીર સાંકળચંદ પટેલ દાદાની પુણ્યતિથિએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા.
વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજાયો
આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યપ્રધાન સહિત તમામ લોકોએ વિસનગરમાં શિક્ષણ અને સામાજિક સેવા સંસ્થાઓની સ્થાપના કરનારા કર્મવીર સાંકળચંદ પટેલ દાદાની પુણ્યતિથિએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા.