ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્કૂલોની એક્સપોઝર વિઝિટ કરી

પરસ્પર શાળાઓમાં થયેલા વિકાસની રૂપરેખા જાણવા અને વિકાસની ગતિએ અન્ય જિલ્લાની શાળાઓમાં પ્રગતિ થાય માટે અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 42 સ્ટાફ લોકોના ડેલીગેશન સાથે મહેસાણા જિલ્લાની સ્કૂલોની એક્સપોઝર વિઝિટ કરી છે.

મહેસાણા જિલ્લાની સુવિક્ષિત શાળાઓ જોઈ અરવલ્લી જિલ્લામાં શાળાઓનો વિકાસ થઈ શકશે
મહેસાણા જિલ્લાની સુવિક્ષિત શાળાઓ જોઈ અરવલ્લી જિલ્લામાં શાળાઓનો વિકાસ થઈ શકશે

By

Published : Oct 11, 2020, 9:22 PM IST

  • મહેસાણામાં અરવલ્લી જિલ્લાની શિક્ષણ વિભાગની ટિમ મુલાકાતે પહોંચી
  • અરવલ્લીના TPO, BRC, CRC અને આચાર્યોની ટિમ મહેસાણા જિલ્લાની સ્કૂલોની મુલાકાતે
  • સ્કૂલોના વિકાસ માટે પ્રત્યક્ષ એક્સપોઝર વિઝિટનું આયોજન
  • શિક્ષણમાં પ્રગતિ કરવા અરવલ્લી શિક્ષણ વિભાગનું 40 લોકોનું ડેલીગેશન મહેસાણાની મુલાકાતે
  • અરવલ્લી અને મહેસાણા જિલ્લા વચ્ચે અનુભવની આપ-લે માટે સેતુ બંધાયો
  • મહેસાણા જિલ્લાની સુવિક્ષિત શાળાઓ જોઈ અરવલ્લી જિલ્લમાં શાળાઓનો વિકાસ થઈ શકશે
  • કોરોના કાળમાં શાળાઓમાં સમય મળતા શિક્ષકોએ સમયના સદુપયોગ કર્યો
  • વિવિધ પ્રોજેક્ટો અને વિકાસ માટે બે જિલ્લાની શાળાઓ વચ્ચે આદાન પ્રદાન માટેનો હેતુ
    મહેસાણા જિલ્લાની સુવિક્ષિત શાળાઓ જોઈ અરવલ્લી જિલ્લામાં શાળાઓનો વિકાસ થઈ શકશે

મહેસાણાઃ કોરોનાની મહામારીમાં સમય ચાલી રહ્યો છે, ત્યારે શાળાઓમાં શિક્ષણ કાર્ય હળવું બન્યું છે અને શિક્ષણ વિભાગને શિક્ષણ ક્ષેત્રે કઈક વિશેષ કામગીરી કરવા સમય મળ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા શિક્ષણિક વિશેષતા ધરાવતી જુદી-જુદી 8 જેટલી શાળાઓની મુલાકાત માટે અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગથી 42 લોકોનું ડેલીગેશન એક્સપોઝર વિઝિટ માટે મહેસાણા આવી પહોંચ્યું હતું.

મહેસાણા જિલ્લાની સુવિક્ષિત શાળાઓ જોઈ અરવલ્લી જિલ્લામાં શાળાઓનો વિકાસ થઈ શકશે

આ ડેલીગેશને જિલ્લાના જુદા-જુદા તાલુકાની વિકસિત શાળાની પ્રત્યક્ષ મુલાકાત કરતા શાળાઓ અને શિક્ષણનો વિકાસ કેવી રીતે શક્ય બને છે. તેનો અનુભવ મેળવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લાના TPEO, BRC, CRC અને આચાર્યોએ ભાગ લીધો હતો.

મહેસાણા જિલ્લાની સુવિક્ષિત શાળાઓ જોઈ અરવલ્લી જિલ્લામાં શાળાઓનો વિકાસ થઈ શકશે

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે મુલાકાત કરતા બાલા પ્રોજેકટ, ગ્રીન સ્કૂલ, TLM બનાવવા, પર્યાવરણ પ્રોજેકટ સહિતની માહિતીનું બન્ને જિલ્લાના શિક્ષકો વચ્ચે આદાન પ્રદાન થાય તે હેતુ રાખવામાં આવ્યો હતો. આ મુલાકાતથી મહેસાણાની શાળાઓમાં થયેલા વિકાસને જોતા અરવલ્લી જિલ્લાના ઉત્સાહી શિક્ષકો પોતાની શાળાઓમાં વિકાસ કરી શકશે તેવી આશા અરવલ્લી જિલ્લાના DPEO દ્વારા આપવામાં આવી છે.

મહેસાણા જિલ્લાની સુવિક્ષિત શાળાઓ જોઈ અરવલ્લી જિલ્લામાં શાળાઓનો વિકાસ થઈ શકશે

મહત્વનું છે કે, અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પોતે તાજેતરમાં મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી રહી ચૂક્યા છે, મહેસાણાની શાળાઓ સ્કૂલોના વિકાસના મોડલ તરીકે ઉત્તમ ઉદાહરણ છે. આજે અરવલ્લીથી શિક્ષણ તંત્રના ડેલીગેશનને મહેસાણા જિલ્લામાં એક્સપોઝર વિઝિટ કરાવી પોતાના વર્તમાન ફરજ પરના જિલ્લામાં શિક્ષણ અને શાળાઓના વિકાસની તૈયારી બતાવી રહ્યા છે.

મહેસાણા જિલ્લાની સુવિક્ષિત શાળાઓ જોઈ અરવલ્લી જિલ્લામાં શાળાઓનો વિકાસ થઈ શકશે

ABOUT THE AUTHOR

...view details