મેહસાણા: કોઈ પણ વ્યક્તિ કે રાષ્ટ્રના ઘડતરનો પાયો શિક્ષણને માનવામાં આવે છે. કોરોના વાઇરસની મહામારીના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે શાળા, કોલેજો, કોચિંગ કલાસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. જો કે સરકારની સાથો સાથ શૈક્ષણિક નગરી ગણાતા વિસનગરમાં પણ ખાનગી કોચિંગ કલાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ ધોરણ 8થી 12 સાયન્સ સહિતના અભ્યાસ ક્રમનું ડિજિટલાઈઝેશન કરી ઘરે બેઠા વિદ્યાર્થિઓ અભ્યાસ કરી શકે તેવી વ્યવ્સથા કરી છે.
વિસનગરમાં ડિજિટલ શિક્ષણ માટે ખાનગી સંસ્થાએ કર્યો અનોખો પ્રયાસ..! - ડિજિટલ શિક્ષણ માટે ખાનગી સંસ્થા
વિસનગરમાં ડિજિટલ શિક્ષણ માટે ખાનગી સંસ્થાએ એક અનોખો પ્રયાસ કર્યો છે. કોરોના વાઇરસની મહામારી વચ્ચે 21 દિવસના લોકડાઉનમાં શૈક્ષણિક નગરી વિસનગરમાં ખાનગી કોચિંગ કલાસ દ્વારા ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો પ્રવાહ અવિરત રાખવામાં આવ્યો છે.
વિસનગરમાં ડિજિટલ શિક્ષણ માટે ખાનગી સંસ્થાએ કર્યો અનોખો પ્રયાસ..!
જેમાં શિક્ષકો દ્વારા પોતાના ઘરેથી જ અભ્યાસક્રમનો વીડિયો રેકોર્ડિંગ કરી જીનિયસ કલાસ નામની યૂટ્યૂબ ચેનલ પર વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનૂકુળતા મુજબ જાતે જ અભ્યાસ કરી શકે. ડિજિટલ શિક્ષણનો આ પ્રયાસ ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓ લોકડાઉનમાં પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે.