મહેસાણાઃ મહેસાણા જિલ્લાના લોકો 'ટીબી હારેગા દેશ જીતેગા'ના સૂત્ર (TB Harega Desh Jitega) સાથે આગળ વધી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી ટીબીનો રિકવરી રેટ 90 ટકા થયો છે. અહીં ટીબીની સારવાર, સેવા અને સહાય યોજના લાભાર્થી દર્દીઓ (Nikshaya Poshan Yojana) માટે આશીર્વાદરૂપ બની (TB Treatment in Mehsana) છે.
જિલ્લામાં વર્ષે ક્ષયના 7,000 કેસ શોધી સારવાર આપવામાં આવે છે જિલ્લામાં વર્ષે ક્ષયના 7,000 કેસ શોધી સારવાર આપવામાં આવે છે
મહેસાણા જિલ્લામાં વર્ષે 7,000 જેટલા કેસ શોધી સારવાર આપવામાં આવે છે. વર્ષ 2025 સુધીમાં ટીબીને હરાવવાની ઝૂંબેશમાં મહેસાણા જિલ્લો સકારાત્મક દિશામાં આગળ વધી (Nikshaya Poshan Yojana) રહ્યો છે. અહીં અતિ મોંઘી દવાઓ અને લેબોરેટરી રિપોર્ટ નિઃશુલ્ક મળતા દર્દીઓને આર્થિક રાહત (TB Harega Desh Jitega) મળી રહે છે. સાથે જ દર્દીઓને માસિક 500 રૂપિયાની સહાયની સાથે નિઃશુલ્ક સારવાર પણ આપવામાં આવે છે. જિલ્લાના લોકો માની રહ્યા છે કે, ક્ષય રોગને નાબૂદ કરવાના પ્રયાસમાં સરકારની અસરકારક ભૂમિકા છે.
સમગ્ર દેશમાં ક્ષયને નાબૂદ કરવાના થઈ રહ્યા છે પ્રયાસ આ પણ વાંચો-આજે વિશ્વ ક્ષય દિવસ: સ્ટેટ TB આંકમાં ગુજરાત અગ્રેસર
સમગ્ર દેશમાં ક્ષયને નાબૂદ કરવાના થઈ રહ્યા છે પ્રયાસ
વડાપ્રધાનના આહ્વાન સાથે જોડાઈ સમગ્ર દેશમાં ક્ષય રોગને નાબૂદ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે આગામી વર્ષ 2025માં 'ટીબી હારેગા દેશ જીતેગા'ના અભિયાન (TB Harega Desh Jitega) સાથે જોડાયેલા મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્રમાં ક્ષય રોગથી પીડિત 7,000 દર્દીઓ દર વર્ષે સામે આવતા હોય છે. જેમને સારી સારવાર અને સરકારની વિવિધ યોજનાનો લાભ મળતા (Nikshaya Poshan Yojana) 90 ટકા દર્દીઓ સ્વસ્થ થવાનો રિકવરી રેટ જોવા મળી રહ્યો છે.
લોકો માટે યોજના બની આશીર્વાદરૂપ સમગ્ર દેશમાં ક્ષયને નાબૂદ કરવાના થઈ રહ્યા છે પ્રયાસ આ પણ વાંચો-ક્ષય(TB)ના કેસમાં ગુજરાતભરમાં થયો આશ્ચર્યજનક ઘટાડો
લોકો માટે યોજના બની આશીર્વાદરૂપ
ક્ષય રોગ નાબૂદી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસથી ક્ષય રોગના દર્દીઓને ગ્રાઉન્ડ ઝીરો પર જઈ શોધી કાઢી તેમની તપાસથી લઈ લેબોરેટરી રિપોર્ટ અને મોંઘી દવાઓ આપવા સુધીની તમામ સેવાઓ નિઃશુલ્ક આપી તેમ જ નિક્ષય પોષણ યોજના (Nikshaya Poshan Yojana) અને તબીબી સારવાર સહાય યોજનાનો લાભ આપવામાં આવતા ક્ષય રોગના લાભાર્થી દર્દીઓ પોતે સ્વસ્થ અને સુરક્ષિત બનતા ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આમ, ટીબીને હરાવવાની ઝૂંબેશમાં સરકારના પ્રયાસો લાભાર્થી દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે.