ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતની આ દિકરી માત્ર 16 વર્ષની વયે ભારતીય સિનિયર બેડમિન્ટન ટીમમાં થઈ શામેલ

નાની વયે કોચ પિતા ઇરફાન મીર સાથે બેડમિન્ટનમાં તૈયાર થઇ રાજ્ય અને દેશના કોચરાહે સતત પ્રેક્ટિસ અને દેશ-વિદેશની ટૂર્નામેન્ટોમાં રેન્કિંગ સાથે આગળ વધતી રહેલી તસનીમ મીર હવે ભારતીય બેડમિન્ટન ટીમમાં સ્થાન મેળવતા હવે સાઇના નેહવાલ સાથે પોતાનું બેડમિન્ટન રમતનું કૌશલ્ય રજૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં હૈદરાબાદ ખાતે ગોપીચંદ એકેડમી ખાતે ભારતીય ટીમ માટે ખેલાડીઓના ટ્રાયલ લેવાયા હતા, જેમાં તસનીમ મીરની પસંદગી થઇ છે.

ગુજરાતની આ દિકરી માત્ર 16 વર્ષની વયે ભારતીય સિનિયર બેડમિન્ટન ટીમમાં થઈ શામેલ
ગુજરાતની આ દિકરી માત્ર 16 વર્ષની વયે ભારતીય સિનિયર બેડમિન્ટન ટીમમાં થઈ શામેલ

By

Published : Sep 7, 2021, 10:48 PM IST

  • તસનીમના પિતા મહેસાણા પોલીસ વિભાગમાં બજાવે છે ફરજ
  • બેડમિન્ટન માટે તસનીમના ગુરુ છે તેના પિતા ઈરફાન મીર
  • તસનીમ મીર સાઇના નેહવાલ સાથે રમતી દેખાશે
  • ટીમ ઇન્ડિયામાં ગુજરાતમાંથી સૌપ્રથમ ખેલાડી

મહેસાણા: તસનીમ મીર એ મહેસાણા ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ઈરફાન મીર નામના પોલીસ કર્મીની દીકરી છે અને તસનીમના પિતા બેડમિન્ટન રમત રમતા હોઈ તેમની પાસેથી પ્રેરણા મેળવી આ 16 વર્ષીય દીકરી અંડર-19 કેટેગરીમાં અત્યાર સુધી બેડમિન્ટનમાં 20 વખત નેશનલ અને 6 વખત આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન રહેલી તસનીમ મીરની તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી પામી છે અને ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી ગુજરાતમાંથી તે પ્રથમ ખેલાડી છે. જે 9 થી 17 ઓક્ટોબર દરમિયાન ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેટ કપમાં ભાગ લેનાર છે.

ગુજરાતની આ દિકરી માત્ર 16 વર્ષની વયે ભારતીય સિનિયર બેડમિન્ટન ટીમમાં થઈ શામેલ

મહેસાણાની આ દીકરી વિવિધ કેટેગરી માં 22 વખત ચેમ્પિયન રહી

તસનીમ મીર અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીમાં કુલ 22 વખત ચેમ્પિયન બની છે જ્યારે બે વાર એશિયન ચેમ્પિયનશિપ હાંસલ કરી છે 2018માં ડબલ ચેમ્પિયન થઈ અને 2019માં સિંગલમાં ચેમ્પિયન બનવા ઉપરાંત વોર્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો હતો.

માત્ર 6 વર્ષ ની ઉંમરે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી

બેડમિન્ટન તસનીમ મીરના પિતા ઈરફાન મીરે જણાવ્યું હતું કે, તસનીમ જ્યારે છ વર્ષ ની હતી ત્યારથી તેણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી જોકે ધીમે ધીમે અભ્યાસ ની સાથે સાથે તેણે રમવાનું શરૂ કર્યું હતું. જોકે હાલ તે ખૂબ ઊંચા શિખરે પહોંચી છે એ બહું ગર્વની વાત છે એ પહેલી દીકરી છે. જેને ગુજરાત માંથી સિનિયર બેડમિન્ટ રમત માટે ભારતીય ટીમમાં જોડાઈ છે અને તે ખૂબ આગળ વધે એવી આશા છે.

ABOUT THE AUTHOR

...view details