ATM એટલે કાર્ડ દ્વારા બેંકના ગ્રાહકો 24 કલાક માટે ઓટોમેટિડ ટેલર મશીનનો ઉપયોગ કરી પૈસા ઉપાડી શકે તે માટે બેન્ક દ્વારા ATMની સેવા આપવામાં આવી છે. પરંતુ રાજ્યમાં 24 કલાક ચાલતા ATM પર લૂંટ અને તસ્કરીની ઘટનાઓએ માજા મુકતા હવે ગ્રામ્ય વિસ્તારમાં ATMને દિવસે ખુલ્લું રાખી સાંજે દુકાનના શટર બંધ કરી લોક કરી દેવામાં આવે છે. જો કે, ખેરાલુના ચાણસોલ ગામે રહેલું બેન્ક ઓફ બરોડાનું આવું જ એક ATM રાત્રીના અંધારામાં અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
ખેરાલુના ચાણસોલ ગામે ATM તસ્કરોને નિશાને, તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ
મહેસાણાઃ ATM કાર્ડ ધારકો માટે બેન્ક દ્વારા ઠેર ઠેર ઓટોમેટિક ટેલર મશીન મુકવામાં આવ્યા છે પરંતુ રખેવાળના અભાવે આ મશીનો તસ્કરોના નિશાને આવી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામેથી કે જ્યાં દિવસે ATM કાર્ડ ધારકોને પૈસા આપતા મશીનને સાંજે દુકાનના શટરમાં બંધ કરી દેવામાં આવે છે પરંતુ તે શટર પણ નથી રહ્યું સુરક્ષિત...
ચાણસોલ ગામે આવેલા BOB બેંકના ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવી મોડી રાત્રીએ કારમાં આવેલા તસ્કરોએ અનોખી યુક્તિ વાપરતા એક ઇશમ દ્વારા મોઢે રૂમાલ બાંધી CCTV કેમેરા પર કાળા કલરનો સ્પ્રે લગાડ્યા બાદમાં શટર તોડી મશીન જ ઉઠાવી બહાર લાવી તોડવાનો પ્રયાસ કરાય છે. જો કે, મશીન ન તૂટતા લાખો રૂપિયાની રકમની ચોરી કરવાનો તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.
જે ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી FSLની મદદ લઇ CCTV આધારે તપાસ હાથ ધરી છે. પોલીસને તપાસમાં માત્ર એક ઇસમ કેમેરા પર કાળા કલરનો સ્પ્રે છાંટતો નજરે પડે જેને પોતાની ઓળખ છુપાવવા મોઢે રૂમાલ બાંધ્યો છે ત્યારે પોલીસે સ્થળ પર પંચનામું કરી ફિંગર પ્રિન્ટ પ્રાપ્ત કરી CCTV ફૂટેજ મેળવી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.