વડનગર ખાતે સંગીત સામ્રજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવ ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડનગરના આંગણે સંગીત અને સૂરના સમન્વયને સાર્થક કરતો તાના-રીરી મહોત્સવ વિશ્વ કક્ષાએ ખ્યાતિ પામ્યો છે.
તાના-રીરી મહોત્સવ 2019ની એક તરફ ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રથમ દિવસે અશ્વિની ભીડે , પિયુ સરખેલ, અનુરાધા પૌડવાલ, ધ્વનિ વચ્છરાજાની, ગાર્ગી વોરા અને ભક્તિ જોશી જ્યારે બીજા દિવસે પંડિત રોનું મજુમદારનું ગ્રુપ, પંડિત વિશ્વજીત રોય, ચૌધરી અને રાહુલ શિવકુમાર શર્મા જેવા નામાંકિત કલાકરો પોતાના પર રહેલા માતા સરસ્વતીના આશીર્વાદ રૂપી સંગીત કલાનો વારસો રજૂ કરશે..
તાના-રીરી મહોત્સવ શુભારંભ પ્રસંગે રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ અને તેની સંસ્કૃતિને વિશ્વ સુધી મુકવાનું કામ વડનગરના સપૂત ભારતના વડાપ્રધાન નરેન્દ્દ્રભાઇ મોદીએ 2003થી તાના-રીરી મહોત્સવ પ્રારંભ કર્યો છે. અને તેના દ્રારા સંગીત અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યો છે. તેમણે વડનગરની આ સંગીત યાત્રાને વિશ્વકક્ષાએ પહોંચાડવા સૌ કોઇને અનુંરોધ કર્યો હતો.
પ્રથમ વર્ષે 2010-2011માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મંગેશ્કરને, બીજા વર્ષે 2012માં પદ્મભૂષણ ગિરીજાદેવીને, 2013માં કિશોરી અમોનકર, 2014માં સુશ્રી બેગમ પરવીન સુલતાના, 2015માં સુશ્રી સ્વર યોગીની ડો. પ્રભા, 2017માં શ્રીમતી વિદુષી મંજુબહેન મહેતા અમદાવાદ અને ડો. શ્રીમતી લલીત જે રાવન મહેતા બેંગ્લોરને અર્પણ કરાયો હતો. 2018નો એવોર્ડ પદ્મભૂષણ ડો.શ્રીમતી એન રાજમ અને સુશ્રી વિદુષી રૂપાંદે શાહને અર્પણ કરાયો હતો.
તાના-રીરી મહોત્સવ 2019ની વડનગર ખાતે દ્વિદિવસીય ઉજવણી કરાશે - news in Vadnagar
મહેસાણાઃ જિલ્લામાં આવેલ ઐતિહાસિક નગરી ગણાતા વડનગરની ધરોહર પર સંગીત અને કલાનો વારસો આજે પણ વિસ્તરાયેલો છે. ત્યારે મહાન સંગીત બેલડીઓ તાના-રીરીની યાદમાં છેલ્લા 15 વર્ષથી નુજવતા તાના-રીરી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ મહોત્સવની વર્ષ 2019ની દ્વિદિવસીય કાર્યક્રમની ઉજવણીમાં પ્રથમ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકાશે તો બીજા દિવસે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કાર્યક્રમમાં જોડાઈ સંગીતના સરતાજ કલાકારોને પ્રોત્સાહિત કરી સન્માનિત કરશે.
તાના-રીરી મહોત્સવ 2019ની વડનગર ખાતે દ્વિદિવસીય ઉજવણી કરાશે
જ્યારે 2017નો માંપદ્મવિભૂષણ આશા ભોંસલેને અર્પણ કરવામાં આવ્યો હતો .પદ્મવિભૂષણ આશા ભોંસલે નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી ન શકવાના કારણે આ એવોર્ડ જિલ્લા કલેકટર એચ.કે.પટેલે સ્વીકાર્યો હતો. આ એવોર્ડમાં 5 લાખની રકમ આપવામાં આવે છે.