મહેસાણામાં શંકાસ્પદ પરપ્રાંતીય ડિગ્રીનો વિવાદ વકર્યો મહેસાણા :સમગ્ર રાજ્યમાં અગાઉ પરપ્રાંતીય ડિગ્રીથી સરકારમાં નોકરીએ લાગેલ ઉમેદવારો સામે તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મહેસાણા જિલ્લામાં નિમણુંક પામેલા 11 MPHW ઉમેદવારોની ડિગ્રી શંકાસ્પદ લિસ્ટમાં હતી. મહેસાણા આરોગ્ય તંત્ર દ્વારા આ તમામ 11 લોકોને નોટિસ આપી ખુલાસો કરવાની અંતિમ તક આપવામાં આવી છે. જે બાદ તપાસ રિપોર્ટ અને નિવેદનના આધારે કાર્યવાહી કરી યોગ્ય નિર્ણય લેવામાં આવી શકે છે.
ઉમેદવારોને ખુલાસો કરવાની તક : પરપ્રાંતીય શંકાસ્પદ ડિગ્રી ધરાવતા અનેક જિલ્લાના ઉમેદવારોની યાદી તૈયાર કરાઈ હતી. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં આઠ વર્ષ અગાઉ વર્ષ 2011 અને 12 માં પરપ્રાંતની અમાન્ય કે શંકાસ્પદ ડિગ્રી પર આરોગ્ય તંત્રમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષની નોકરી મેળવનાર CDHO ખેરાલુ, વિજાપુર, વડનગર, ઊંઝા, બહુચરાજી, કડી, અને સતલાસણા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 11 કર્મચારીઓના નામ પણ યાદીમાં સામેલ થયા હતા.
MPHW ની ભરતી : મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર 2011 અને 12 માં ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા 2011-12 માં 7 કેન્ડીડેટ, 2015-16 માં 1 કેન્ડીડેટ અને 2016-17 માં 2 કેન્ડીડેટ જિલ્લા પંચાયત સર્વિસ સિલેક્શન 2013-14 માં 1 કેન્ડીડેટની મહેસાણા જિલ્લાના હેલ્થ પર્પઝ છે અને આની સાથે બીજા ઘણા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ભરતી કરાઈ હતી.
તપાસ દરમિયાન મહેસાણાના 11 લોકની ડીગ્રી શંકાના દાયરામાં જોવા મળી હતી. જ્યાંથી ડિગ્રી મેળવવામાં આવી તે યુનિવર્સિટીમાં ઓનલાઈન વેબસાઈટ પર કોર્સ જ નથી. મહેસાણા આરોગ્ય તંત્ર દ્વારા આ તમામ 11 લોકોને નોટિસ આપી ખુલાસો કરવાની અંતિમ તક આપવામાં આવી છે. --ડો.ઓમપ્રકાશ (DDO, મહેસાણા)
આ યુનિવર્સિટી શંકાના દાયરામાં : ગુજરાત પંચાયત બોર્ડ ગાંધીનગર દ્વારા 2018 ના પત્રથી રાજ્ય બહારની જે યુનિવર્સિટી છે તેના પ્રમાણપત્રની ચકાસણી માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટીની ખરાઈ બાબતે અરવલ્લી, જામનગર, મહીસાગર અને છોટા ઉદેપુરની જુદી જુદી ટીમ બનાવીને વિનાયકા મિશન યુનિવર્સિટી તમિલનાડુ, માનવ ભારતીય યુનિવર્સિટી હિમાચલ પ્રદેશ, સંઘા યુનિવર્સિટી મણિપુર સહિતની તમામ યુનિવર્સિટી અંગે CDHO ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહેસાણાના 11 લોકની ડીગ્રી શંકાના દાયરામાં જોવા મળી હતી.
કોર્સ વગર જ ડિગ્રી મળી : તપાસ ટીમના CDHO એ પોતાના રિપોર્ટ આપ્યા મુજબ અમુક યુનિવર્સિટીમાં ડિપ્લોમાની વેબસાઈડ પર કોર્સ નથી. તેમજ જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી તેના આધાર પુરાવા રજૂ નથી મળ્યા નથી. માનવ ભારતીય યુનિવર્સિટી હિમાચલ પ્રદેશમાં ઇન્ટરનેશનલ યુનિવર્સિટી છે, તેના દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. જે તમામ બાબતો જોતા તપાસ ટીમને આ તમામ ડિગ્રી શંકાસ્પદ જણાઈ આવી હતી.
હાઈકોર્ટમાં અરજી : રાજ્યમાં પરપ્રાંતીય શંકાસ્પદ ડિગ્રી મામલે વિવાદ છેડાતા તમામ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 25 ઓગસ્ટના રોજ હાઇકોર્ટના કોમન ઓર્ડર મુજબ આ તમામ ઉમેદવારની અરજી અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. એમાં આ ડિગ્રી શંકાસ્પદ જણાઈ આવી હોવાની વિગતો મહેસાણાના DDO દ્વારા આપવામાં આવી હતી.
11 MPHW ઉમેદવારોને ખુલાસો કરવાની અંતિમ તક માટે નોટિસ અપાઈ :
- કલ્પેશ પ્રવીણસિંહ રાઠોડ (સિપોર PHC, વડનગર)
- ચિરાગ ભરતભાઈ વ્યાસ (પામોલ PHC, વિજાપુર)
- સંદીપ ભુપતભાઈ ઝાલા (ડાંગરવા PHC, કડી)
- રુચિત વિનોદકુમાર ચૌધરી (ખેરાલુ PHC)
- અજલમ હરિસિંગભાઈ પટેલ (કંઠરાવી PHC, ઊંઝા)
- ભૂપેન્દ્ર મનુભાઈ મકવાણા (ફલૂ PHC, વિજાપુર)
- ગૌતમ નતરવભાઈ પ્રજાપતિ (સુદાસણા PHC, સતલાસણા)
- સાગર કરમસિંહભાઈ રાવળ (મોઢેરા PHC, બેચરાજી)
- યોગેશ ભગવતચંદ્ર પટેલ (સિપોર PHC, વડનગર)
- ચિંતક કાંતિલાલ પટેલ (સિપોર PHC, વડનગર)
- પ્રગણેશ કનુભાઈ પટેલ (ડભોડા PHC, ખેરાલુ)
- મહેસાણા નગર પાલિકા પ્રથમ વાર બર્થ સર્ટિફિકેટમાં લિંગ પરિવર્તનને માન્યતા આપી નવું સર્ટિફિકેટ ઈશ્યૂ કર્યુ
- Mehsana Crime: લૂંટ કરીને રાજસ્થાન ભાગતા હતા ત્યાં પોલીસનો ભેટો થયો, 52.25 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો