- CRPFમાં ફરજ બજાવતી યુવતીનું થયું હતું શંકાસ્પદ મોત
- મૃતક મહિલા સિપાહીના પાર્થિવદેહને વતનમાં લાવી અંતિમસંસ્કાર કરાયા
- મહિલા અને તેના સાથીના મોત પાછળ ફાયરિંગ કરી આત્મહત્યા કરાયાની આશંકા
CRPFમાં ફરજ બજાવતી હજીપુરની યુવતીના શંકાસ્પદ મોત બાદ પાર્થિવદેહને વતન લાવી અંતિમ સંસ્કાર કરાયાં - સીઆરપીએફ
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બૂડાસણ અને કલોલ તાલુકાના કારોલી ગામ સાથે પિયર-સાસરીનો સબંધ ધરાવતી યુવતી રાષ્ટ્ર સુરક્ષા કાજે CRPFમાં વર્ષ 2014માં જોડાઈ હતી. આ મહિલાને એક નાની દીકરી હોવાના અહેવાલ પણ મળ્યાં છે. ત્યારે તાજેતરમાં સેજલ દેસાઈ નામની આ મહિલા પોતાની કોન્સ્ટેબલની ફરજ પરના સ્થળે રહેતી હતી, ત્યાં કેબિનમાં તેના સાથી હેડકોન્સ્ટેબલ સાથે મૃત હાલતમાં મળી આવી હતી. જેને લઈ સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીએ બન્નેની હાલત જોતાં બન્નેએ ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી વધુ તપાસ હાથ ધરી છે.
![CRPFમાં ફરજ બજાવતી હજીપુરની યુવતીના શંકાસ્પદ મોત બાદ પાર્થિવદેહને વતન લાવી અંતિમ સંસ્કાર કરાયાં CRPFમાં ફરજ બજાવતી હજીપુરની યુવતીના શંકાસ્પદ મોત બાદ પાર્થિવદેહને વતન લાવી અંતિમ સંસ્કાર કરાયાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10954611-thumbnail-3x2-crpf-women.jpg)
મહેસાણાઃ સેજલ દેસાઈ નામની CRPF મહિલા સિપાહીના મોત અંગે સમાચાર મળતાં સમગ્ર કડી અને કલોલ પંથકમાં કુતુહલ સર્જાયું હતું, સાથે જ ભારે શોકની લાગણી વ્યાપી હતી, સેજલ કાનજીભાઈ દેસાઈ નામની આ મહિલાના ફરજ દરમિયાન મોત અંગે તેના ગામ અને પરિવાર માંથી કોઈ માહિતી સામે આવી શકી ન હતી. એક પત્ર સોશિયલ મીડિયા દ્વારા મળતા સેજલે તેના સાથી સાથે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી હતી. જોકે સેજલ રાષ્ટ્ર સુરક્ષા માટે CRPFમાં ફરજ પર હોઈ સ્થાનિક લોકોમાં સેજલના મોત બાદ તેની ફરજ માટે લાગણીઓ જોવા મળી હતી અને તે શહીદ થઈ હોવાના મેસેજ વાઇરલ કરાયાં હતાં. ત્યાં જૂજ લોકોને તેની આત્મહત્યાની જાણ હોય તેમ સેજલના પાર્થિવદેહને તેના વતન લાવવામાં આવતાં દેશભક્તિના ગીત સાથે મોટી સઁખ્યામાં લોકોએ એકત્ર થઈ તેને ભીની આંખે વિદાય આપી હતી. સમગ્ર અંતિમયાત્રામાં સ્થાનિક પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.