ગુજરાત

gujarat

ETV Bharat / state

દૂધ સાગર ડેરીની ચૂંટણી મતદાર યાદીમાં ગેરરીતિ થવાની આશંકા, સર્જાયો વિરોધ - Mehsana Milk Sea Dairy

દૂધ સાગર ડેરીની ચૂંટણી આગામી દિવસોમાં યોજવા જઈ રહી છે, ત્યારે જૂથના મંડળીના આગેવાનોએ મતદાર યાદી પ્રકાશિત કરવાની કામગીરીમાં ગેરરીતિ થવાની આશંકા વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું છે.

દૂધ સાગર ડેરીની ચૂંટણી મતદાર યાદીમાં ગેરરીતિ થવાની આશંકા, સર્જાયો વિરોધ
દૂધ સાગર ડેરીની ચૂંટણી મતદાર યાદીમાં ગેરરીતિ થવાની આશંકા, સર્જાયો વિરોધ

By

Published : Dec 12, 2020, 10:23 AM IST

  • દૂધ સાગર ડેરી ચૂંટણી પ્રક્રિયા મામલો
  • ડેરીના કર્મચારી ફાલ્ગુમ ચૌધરીને જોડે રાખતા સર્જાયો વિવાદ
  • દઢીયાળ મંડળીના પ્રમુખે કરી લેખિત રજૂઆત
  • મતદાર યાદી પ્રક્રિયામાં ડેરીના કર્મને સાથે રાખવા બાબતે માંગ્યો ખુલાસો
  • મહેસાણા દૂધ સાગર ડેરી ચૂંટણી મામલે રાજકારણ ગરમાયું

મહેસાણાઃ દૂધ સાગર ડેરીની ચૂંટણી આગામી દિવસોમાં યોજવા જઈ રહી છે, ત્યારે મતદાર યાદી પ્રકાશિત કરવાની પ્રક્રિયાથી રાજકારણ ગરમાયું છે.

મતદાર યાદી ગેરરીતિની આશંકા

મહેસાણા દૂધ સાગર ડેરીએ જિલ્લાના સહકાર ક્ષેત્રનું મહત્વનું પાસું રહ્યું છે, ત્યારે આક્ષેપો પ્રતિક્ષેપો વચ્ચે સત્તા મંડળના હોદેદ્દારો જેલમાં છે ત્યાં બીજી તરફ વહીવટદાર શાસનમાં ડેરીની ટર્મ પુરી થતા વિનસગર પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી તરીકે કાર્યભાળ સાંભળી રહ્યા છે. ચૂંટણી પહેલાની મતદાર યાદી પ્રકાશિત કરવા મામલે અધિકારીને 97 જેટલી વાંધા અરજીઓ મળી છે. જેની બે દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ અઘીકારીના નિર્ણયની કામગીરી દરમિયાન અશોક ચૌધરીના નજીક રહેલા ડેરીના કર્મચારી ફાલ્ગુન ચૌધરીને ચૂંટણી અધિકારીએ સાથે રાખી મોડી રાત સુધી કામગીરી કરતા વિપુલ ચૌધરી જૂથના મંડળીના આગેવાનોએ મતદાર યાદી પ્રકાશિત કરવાની કામગીરીમાં ગેરરીતિ થવાની આશંકા વ્યક્ત કરતા ચૂંટણી અધિકારી પાસે લેખિતમાં ડેરી કર્મચારીને સાથે રાખી કામગીરી કરવા મામલે રજૂઆત કરી છે.

દૂધ સાગર ડેરીની ચૂંટણી મતદાર યાદીમાં ગેરરીતિ થવાની આશંકા, સર્જાયો વિરોધ

ચૂંટણીમાં શરૂઆત થી જ ગેરરીતિની આશંકાઓ ઉપજી

મહત્વનું છે કે,રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણા જિલ્લામાં હવે સહકારી ક્ષેત્રોની ચૂંટણી પ્રક્રિયા પણ રાજકીય ચૂંટણીનો જેમ ગરમાવો પકડી રહી છે સાથે ચૂંટણીની મતદાર યાદી પ્રકાશિત થાય તે પહેલાં ચૂંટણી પ્રક્રિયા સામે ગેરરીતિની શંકાઓ રજદારોમાં ઉપજી રહી છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા મામલે તંત્રની કામગીરી અને પરિણામો કેવા રહે છે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details