વિજાપુરની 2 દુકાનોમાંથી 2.50 લાખનું શંકાસ્પદ 880 કિલો તેલ ઝડપાયું
વિજાપુરમાં ભેળસેળ યુક્ત સિંગતેલ વેચાતું હોવાની બાતમી મળતા મહેસાણા ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 880 કિલો તેલનો 2.50 લાખનો જથ્થો સિઝ કરી 10 જેટલા નમૂના પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
મહેસાણાઃ જિલ્લામાં સામાન્ય રીતે અનેક ચીજ વસ્તુઓ ભેળસેળ યુક્ત વેચાઈ રહી છે, પરંતુ જાગૃત નાગરિક દ્વારા વિજાપુરમાં સિંગતેલમાં ભેળસેળ હોવાની બાતમી આપતા ખોરાક અને ઔષધ વિભાગ દોડતું થયું હતું. જે બાદ વિજાપુર ગંજબજાર પાસે આવેલ શ્રીગણેશ અને શ્રીજી ટ્રેડિંગ નામની 2 પેઢીમાં તપાસ કરતા બન્ને દુકાનો માંથી વિવિધ માર્ક વાળા 2.50 લાખના તેલનો 880 કિલો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. જે તેલના જથ્થા માંથી 10 જેટલા જુદા જુદા નમૂનાઓ લઈ ખોરાક અને ઔષધ વિભાગે પરીક્ષણ માટે મોકલી આપી તમામ સ્ટોક સિઝ કર્યો હતો.