સી.એન.કોલેજમાં વહેલી સવારે અભ્યાસ કરવા માટે કલાસ રૂમમાં પહોંચેલી એક વિદ્યાર્થીની વહેલા ક્લાસમાં પહોંચતા તેની એકલતાનો લાભ લઈ કોલેજના પટાવાળા તરીકે ફરજ બજાવતા ટ્રસ્ટી દુવ્યનીબેન મજબુદારના પરણિત પુત્રએ છેડતી કરી હતી અને બિભસ્ત અડપલા કર્યા હતાં. જેના પગલે ગભયેલી વિદ્યાર્થીની એ બુમાબુમ કરતા અન્ય વિદ્યાર્થીઓ કલાસ રૂમમાં દોડી આવ્યા હતા. જોકે ઘટના બાદ લંપટ પટાવાળો કોલેજ છોડી નાશી છૂટ્યો હતો.
વિસનગર કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતી મામલે હોબાળો
વિસનગર : સી.એન.કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સંસ્થાના ટ્રસ્ટીના પુત્ર પર છેડતીનો આરોપ લગાવ્યો છે, ત્યારે આચાર્યએ પણ આ આરોપ ન સ્વીકારતા વિદ્યાર્થીનીઓ રેલી યોજી પોલીસ મથકે પહોંચી ન્યાયની માગ કરી હતી.
કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતી મામલે હોબાળો
આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને કરી હતી. પરંતુ, પ્રિન્સિપાલે આ બાબતને સામાન્ય રીતે લેતા વિદ્યાર્થીઓ ન્યાયની માગ સાથે શહેર પોલીસ મથકે પહોંચી સુત્રોચાર કર્યા હતાં. જ્યાં પોલિસે પણ વિદ્યાર્થીઓની ફરિયાદ મોડે સુધી ન નોંધતા વિદ્યાર્થીનીઓ શહેર વચ્ચેના જાહેર માર્ગ પર બેસી રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. જો કે બાદમાં પોલીસે ફરિયાદ નોંધી હતી.
Last Updated : Jan 5, 2020, 2:42 AM IST