ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગર પાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા પગલા લેવાયા - The number of corona

મહેસાણા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વિસનગર પાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવાના પગલા લેવામા આવી રહ્યા છે.

વિસનગર પાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવાના પગલા લેવાયા
વિસનગર પાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવાના પગલા લેવાયા

By

Published : Dec 2, 2020, 6:03 PM IST

  • મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો
  • કોરોના સંક્રમણ વધતા તંત્ર ફરી એકવાર એક્શન મોડમાં આવ્યું
  • વિસનગર પાલિકા દ્વારા વધુ એકવાર ભીડભાળ પર રોક માટે વ્યવસ્થા કરાઈ
  • વિસનગર શહેરમાંછૂટક વેપાર ધંધાવાળાઓને 4 જેટલા ખુલ્લા મેદાન ફાળવવામાં આવ્યા
  • નાગરિકોની સલામતી માટે તંત્રનું આયોજન છતા વેપાર માટે ભાન ભૂલી રહ્યા છે લોકો

મહેસાણાઃ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે વિસનગરમાં નગરપાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણના અટકાયતી પગલા લેવામા આવી રહ્યા છે. જેના ભાગ રૂપે બજારમાં થતી ભીડભાળ અટકાવવા માટે લારીઓ પાથરણા વાળાઓને નિયમો અનુસાર વેપાર કરવા માટે મેદાનોમાં જગ્યા ફાળવણી કરવામાં આવી છે.

વિસનગરપાલિકા તંત્ર ફરી એકવાર એક્શનમા આવ્યુ

વિસનગરમાં ગૌરવ પથ સહિત માયા બજાર અને મંડી બજારમાં છૂટક વેપાર ધંધા માટે અનેક લારીઓ અને પાથરણા વાળા નાના વેપારીઓ વેપાર માટે આવતા હોય છે. જ્યાં મોટી સંખ્યામાં ભીડભાળ સર્જાતી હોય છે, ત્યારે કોરોના મહામારી સમયે હાલમાં સંક્રમણ વધતા પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળતા નાગરિકોના હિતમાં વિસનગર નગરપાલિકા તંત્ર વધુ એકવાર એક્શન મોડમાં જોવા મળ્યું છે.

વિસનગર પાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા પગલા લેવાયા

યોગ્ય સૂચના સાથે આયોજન કરાય તેવી માગ

શહેરમાં તમામ લારીઓ અને પાથરણા વાળાઓને ત્યાં ભીડભાળ ન સર્જાય તે માટે જુદી-જુદી જગ્યાઓ પર મેદાનોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સામજિક અંતર જળવાય અને વેપારીઓ ગ્રાહકો સંક્રમિત ન બને તે હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જોકે પાલિકાના આ આયોજનથી કેટલાક વેપારીઓ દ્વારા એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે, પાલિકાની કામગીરી માત્ર નાના વેપારીઓ પર કેમ ? તો ગ્રાહકો પાલિકા દ્વારા શાકભાજી સહિતની લારીઓ યોગ્ય જગ્યાએ સ્થિર રાખવી જાહેરાત કરે જેથી ગ્રાહકોને સરળતા રહે ગ્રાહકો દ્વારા તેવી માગ કરી રહ્યા છે. આ તમામ પરીસ્થિતિ વચ્ચે નગરપાલિકાના મુખ્ય અધિકારી પાલિકાની કામગીરી નાગરિકોના હિતમાં કરી રહ્યા છે. કોઈ સાથે ભેદભાવ ન કરી નિયમો ભંગ કરનારા દુકાનદાર કે લારીઓ વાળાઓ સામે સૂચનાઓ આપી કાર્યવાહી પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details