- રાત્રે 8થી સવારના 6 સુધી લોકડાઉન પર વેપારીઓ નારાજ
- નાના-મોટા વેપારીઓના વ્યવસાય પર પડી શકે છે અસર
- રાજ્ય સરકારના રાત્રી લોકડાઉન પર વેપારીઓએ કરી આંશિક લોકડાઉનની માગ
મહેસાણા:રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કોરોનાના વધતા કેસ મામલે રાત્રી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાત્રે 8 વાગ્યાથી લઈ બીજા દિવસ સવારના 6 વાગ્યા સુધી લોકડાઉનનનું પાલન કરવા 20 શહેરોને ખાસ આદેશ કરાયા છે. જોકે સરકારનો આ નિર્ણય વેપારીઓને હજમ થઈ રહ્યો નથી. કારણ કે ઘણા એવા નાના-મોટા ધંધાદારીઓ સાંજથી રાત્રી સુધીના સમયે જ વ્યવસાય કરી પોતાની કમાણી કરતા હોય છે અને આ લોકડાઉન તેમના વ્યવસાય માટે ખતરો ઉભો કરી રહ્યું છે, માટે નારાજગી બતાવી રહ્યા છે.
આ પણ વાંચો:સંપૂર્ણ લોકડાઉનને લઇને રત્નકલાકારોમાં ભય, સમજાવવા હીરા વેપારી મેદાને
સંપૂર્ણપણે 3 કે 4 દિવસનું લોકડાઉન કરવા વેપારીઓની માંગ