ખેલ મહાકુંભ 2019માં રાજ્ય કક્ષાની અંડર-14 કરાટે સ્પર્ધા આ વર્ષે કડી ખાતે યોજાવાની છે. જેના અંતર્ગત 3 નવેમ્બર 2019ના રોજ તેનું આયોજન સર્વ વિધાલય કડી ખાતે કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનો રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
કડીમાં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની અંડર-14 કરાટે સ્પર્ઘા યોજાશે - સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત
મહેસાણા: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રજીસ્ટ્રેશન 15 ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યું હતું. દર વર્ષની સરખામણીએ આ વર્ષ સરકાર દ્વારા રોલબોલ અને એક્વાસ્ટ્રીયન(ઘોડેસવારી) નામની બે રમતો ઉમેરવામાં આવી છે. ચાલુ વર્ષના ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની અંડર-14 કરાટે સ્પર્ધા રવિવારે સર્વ વિદ્યાલય કડી ખાતે યોજાવાની છે.
ખેલ મહાકુંભ
જેમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ,સંસદ સભ્ય (રાજ્યસભા) જુગલજી ઠાકોર, મુખ્ય મહેમાન વલ્લભભાઇ.એમ.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, કરશનભાઇ સોલંકી, રમણભાઇ પટેલ, ડૉ.આશાબેન પટેલ, ભરતસિંહ ઠાકોર, અજમલજી ઠાકોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કાર્યક્રમની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલ પણ હાજર રહેશે.