- પ્રમોશન, CPF અને LTC સહિતના લાભો ન મળતા વિરોધ દર્શાવાયો
- સરકારમાં અનેક રજૂઆત છતાં નથી આવતો નિકાલ
- ફરજ પરના કર્મચારીનું દેહાંત થતા પણ નથી મળતી કોઈ સહાય.
- GMERS નર્સિંગ એસોસિએશન દ્વારા કરાઈ છે રજૂઆત
- કોરોના યોદ્ધા કહેવાતા કર્મીઓ જ પડતર માગોને લઈ વિરોધ દર્શાવી રહ્યા છે
મહેસાણાઃવડનગર GMERS સરકારી દવાખામાં ફરજ બજાવતા બાબુલાલ હટાર જેઓ એસોસિએશનના ઉપપ્રમુખ છે. જેઓએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં 1200 જેટલો નર્સિંગ સ્ટાફ GMERS થકી ફરજ બજાવે છે. જેઓને પ્રમોશન , CPF અને LTC ઉચ્ચતર સહિતના કોઈ લાભો આપવામાં આવ્યા નથી.
આ પણ વાંચોઃમુસ્લિમ સમાજે NRC અને CAAનો કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો