મહેસાણા: વર્ષો પહેલાના સમયે પાણીની જરૂરિયાત સંતોષવા ગાયકવાડી સરકાર દ્વારા સિંચાઈના આગવા આયોજનથી મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં થોળ તળાવ બાંધવામાં આવ્યું હતું. વર્ષ 1912માં આ તળાવ નિર્માણ પામતા આ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈ અને પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ત થયો અને ત્યારથી અત્યાર સુધી આ તળાવ અહીંના ખેડૂતો માટે જીવા દોરી સમાન સાબિત થયું છે.
ગાયકવાડી સમયથી મનુષ્ય અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે થોળ તળાવ - Thol Lake of Mehsana
સામન્ય રીતે રાજ્યમાં જોવા લાયક સ્થળો અને સિંચાઈના અનેક માધ્યમો આવેલા છે, પરંતુ પ્રકૃતિના સાનિધ્યમાં કુદરતી રૂપ રંગથી સજેલા મહેસાણા જિલ્લાના થોળ તળાવની વિશેષતાઓ કઈક અનોખી છે.
થોળ તળાવની જો વાત કરીએ તો આ તળાવ 700 હેકટરમાં પથરાયેલું છે. જેના પાળાની લંબાઈ 5620 મીટર એટલે કે 5.62 કિલોમીટરની છે. 312 મિલિયન ઘનફૂટ તળાવની સંગ્રહ શક્તિ છે તળાવનું સિલ લેવલ 153 ફૂટ છે જ્યારે મહત્તમ જળ સપાટી લેવલ 167 ફૂટ છે તો તળાવમાં પાણીનો વધારો થાય તેના આપોઆપ નિકાલ માટે એક 200 અને 100 ફૂટની લંબાઈ વાળી બે છલતી 153 અને 156 ફૂટના લેવલ પર મૂકેલા છે. જેના તપાવમાં 10 ફૂટ લેવલ પર પાણી સંગ્રહ થયા બાદ વધારાનું પાણી આપમેળે નિકાલ થાય છે. તળાવમાંથી ઓવરફ્લો થયેલું પાણી છલતી દ્વારા અમદાવાદ અને મહેસાણા જિલ્લાના અન્ય ગામોને મળે છે અને આગળ નળ સરોવરમાં જાય છે તો તળાવમાં ભરપુરની સ્થિતિએ લેવલ 12 ફૂટ થતા ઉત્તર ભાગેથી પાણીનો નિકાલ આપમેળે થતા વધુ પાણીની જરૂરિયાત એવા ડાંગરનો પાક લેતા વિસ્તારમાં પાણી જાય છે. માટે તળાવમાં અતિપૂરની સ્થિતિએ પણ ખેતી પાકને નુક્ષાન પહોંચતું નથી.