- શહેર વિસ્તારમાં આવેલી પોલીસ વિભાગની મિલકતોનો લાખો રૂપિયાનો વેરો બાકી
- પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 8 - 10 વર્ષની 50 લાખ જેટલી વેરાની રકમ ભરપાઈ કરાઈ નથી
- એરોપોર્ટ પર એવિએશન કમ્પનીનો રૂપિયા 6 કરોડનો વેરો બાકી
મહેસાણા: શહેરમાં એક તરફ ખાનગી અને સરકારી ઇમારતોનો વિકાસ થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ સરકારની તિજોરી પર બાકી વેરાનું ભારણ પણ વધી રહ્યું છે. મહેસાણા શહેરની 85 હજાર જેટલી મિલકતો હોવા છતાં વેરા શાખામાં સ્ટાફની અછત અને અનિયમિતતા જોવા મળી રહી છે. પરિણામે આજે મહેસાણા શહેરમાં આવેલી સરકારી અને ખાનગી મિલકતનો કરોડો રૂપિયાનો વેરો બાકી છે.
સ્ટાફના અભાવને પગલે કરોડો રૂપિયાનો વેરો બાકી
મહેસાણા શહેર પાલિકા વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેથી વિકાસની દ્રષ્ટિએ મહેસાણા નગરપાલિકાનું કદ પણ વધી રહ્યુ છે. નાયબ મુખ્ય પ્રધાનના હોમટાઉન તરીકે ઓળખાતા મહેસાણા જિલ્લામાં જિલ્લાના મુખ્ય મથક મહેસાણા શહેરમાં નગરપાલિકાની વેરા શાખાની અનિયમિત કામગીરી અને સ્ટાફના અભાવને પગલે કરોડો રૂપિયાનો વેરો બાકી છે.
શહેરમાાં કુલ 85,000 મિકલતો
મહેસાણા નગરપાલિકાની વેરા શાખાના પ્રતિનિધિ બ્રિજેશ પટેલની મુલાકાત કરતા તેઓએ જણાવ્યું કે, શહેરમાં કુલ 85000 મિકલતો છે. જેમાં 60 હજાર રહેણાંક અને 25000 જેટલી કોમર્શિયલ મિલકતો છે. જોકે, શહેરમાં સરકારી કે ખાનગી મિલકતનો વેરો ન ભરાતો હોવાની માહિતી આપતા સરકારી મિલકતના બાકી વેરા મામલે મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર અને એ.ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતના પોલીસ વિભાગની મિલકતમાં છેલ્લા 8 થી 10 વર્ષના કુલ 50 લાખ જેટલો વેરો ભરવાનો બાકી રહ્યો છે આમ સરકારી મિકલતોનો જ લાખોનો વેરો બાકી હોવાથી મહેસાણા પાલિકાની આર્થિક કરોડરજ્જુ પર મોટો ભાર પડી રહ્યો છે.
પાયલોટની ટ્રેનિંગ આપતા ગ્રાઉન્ડનો 6 કરોડ વેરો બાકી
વેરા શાખાની ઉદાસીનતા પણ વેરા વસૂલાતની કામગીરી માટે જવાબદાર હોય તેમ આજે પણ મહેસાણા પાલિકામાં વેરો ન ભરતા રીઢા બકીદારોની સઁખ્યા અને રકમ દર્શાવતી યાદી તૌયર નથી કરાઈ બીજી તરફ મહેસાણા ખાતે નાના વિમાન થકી પાયલોટની ટ્રેનિંગ આપતા ગ્રાઉન્ડનો 6 કરોડ જેટલો વેરો પણ કમ્પની દ્વારા ભરવામાં આવ્યો નથી.
વર્ષે માત્ર 70 થી 80 મીલકતો કરાય છે સીલ
મહેસાણા નગરપાલિકા દ્વારા વેરો વસુલાત કામગીરી માટે વર્ષે માત્ર 70 થી 80 મિલકત સિલ કરાય છે તો હાલમાં કેટલી મિકલતો સિલ છે તેની પાલિકા પાસે માહિતી જોવા મળી રહી નથી. બીજી તરફ વેરા વસુલાતની કામગીરીને વેગ આપવાનો પ્રયાસ કરતા વેરો ભરવાની નિયત તારીખમાં વેરો ભરનારને 10 ટકા વળતર આપવામાં આવે છે. જ્યારે નિયત તારીખ બાદ ભરનારા પાસે 18 ટકા દંડ વસૂલવામાં આવે છે જ્યારે વેરો ન ભરનારાઓને રહેણાંક મિલકત હોય તો નળ કનેક્શન કાપવા અને ગટર લાઇન કનેક્શન બંધ કરવામાં આવે છે. જોકે આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ મહેસાણા નગરપાલિકા વિસ્તારની મોટાભાગની મિલકતોમાં 22 કરોડ જેટલો વેરો વસુલવાનું કામ બાકી છે.
મહેસાણા નગરપાલિકામાં વેરા શાખાની કામગીરી અનિયમિત ચાલી રહી છે. જે માટે વેરા શાખાના પ્રતિનિધિ બ્રિજેશ પટેલ સ્ટાફનો અભાવ અને પોતાના પર કામનો વધુ ભાર હોવાનું જણાવી રહ્યા છે.
નીચે મુજબની મિલકતનો બાકી વેરો
મિલકતો બાકી વેરાની રકમ
1 . મહેસાણા એરપોર્ટ, 6.80 કરોડ વેરો બાકી
2 . કૃષ્ણસીનેમાં 5 લાખ
3 . જયંતી પટેલ (કોર્પોરેશન બેન્ક, ઉન્નતિ માર્કેટ) 2.72 લાખ
4 . દિનેશ બારોટ (સિન્ડિકેટ બેન્ક) , 1.98 લાખ
5 . અશોક બારોટ , 3 લાખ
6 . જયંતિ પટેલ, ( પારેખ પોઇન્ટ પાર્કિંગ ) 2.19 લાખ
7 . સીમંધર ઓનર્સ, (સહારાબ્રિજ હોટેલ) 40 લાખ
8 . કનુભાઈ પટેલ, (ભોગવટો- પકિશોરભાઈ) , સ્વાગત પ્લાઝા , 4.90 લાખ
9 . ગુડલક ઓટોમોબાઇલ્સ બજાજ શોરૂમ, 8.60 લાખ
10 . પટેલ કનુભાઈ - બેઝબેન્ડ , 2.13 લાખ
11. દેસાઈ કૌશિકભાઈ સેંધાભાઈ બીજો માળ સુદર્શન કોમ્પ્લેક્સ, 1.28 લાખ
12 . પોલીસ વિભાગની શહેરમાં આવેલી મિલકતો 50 લાખ