મહેસાણા: જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ભાલક ગામે (Solar system)એક નિવૃત ઇલેક્ટ્રિકલ એન્જીનયર રમેશ પટેલ દ્વારા સરકારની વિવિધ યોજનાઓથી પ્રેરાઈ કુદરતી ઉર્જા શક્તિનો સદ ઉપયોગ શરૂ કર્યો છે. સરકાર અને સમાજનું ઋણ ચૂકવવા ( Solar plant in Mehsana )પોતાની ફરજની નિવૃર્તિ બાદ ખેતરમાં ખેડૂતોને પડતી વીજળીની જરૂરિયાત પૂરી કરવા પોતાની 3 વિઘા જેટલી જમીન પર 1322 સોલાર પ્લાન્ટ સ્થાપ્યો છે. આ સાથે તાલુકાનો પહેલો વિશાલસોલાર પ્લાન્ટ સ્થાપી વીજળીનું ઉત્પાદન કરે આવ્યું છે.
આ પણ વાંચોઃગાંધીનગરના મહાવીર એન્કલેવના સ્થાનિકોએ સોલાર સિસ્ટમથી વીજળી ઉત્પન્ન કરી
વાર્ષિક 25 લાખનો આર્થિક લાભ -આ પ્લાન્ટ થકી દિવસમાં 50 હોર્ષ પાવરના 12 બોર ઓપરેટ થઈ શકે તેટલો 600 કિલો વોટ પાવર ઉત્પન્ન થઈ રહ્યો છે. જે કન્વર્ટ કરી 11kv વીજળી નજીકના પાવર સ્ટેશન પર મોકલવામાં આવે છે. જ્યાંથી અન્ય ખેડૂતોને વીજળી આપવામાં આવી રહી છે. આ પ્લાન્ટમાં ઢળતા આકારે સોલાર પ્લેટો લાગેલ હોઈ અને તે ગરમીને શોષી લેતી હોઈ તેના નીચે રહેલી જમીન પર બખૂબી રીતે કંદમૂળની ખેતી અને ઉત્પાદન લઈ શકાય છે. આ પ્લાન્ટ માટે ખેડૂતને 3 કરોડના ખર્ચ સામે વાર્ષિક 25 લાખનો આર્થિક લાભ થવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃકચ્છમાં ગુજરાતનો સર્વપ્રથમ સોલાર સિસ્ટમથી ચાલતો આધુનિક કેટલફીડ પ્લાન્ટ શરૂ કરાયો