ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં તસ્કરોએ 3 ATMને નિશાન બનાવ્યાં, 39 લાખની ચોરી - મહેસાણામાં ATM મશીન

મહેસાણામાં ATM મશીન સુરક્ષિત રહ્યા નથી, શહેરના ટીબી રોડ અને રાધનપુર ચાર રસ્તા પર આવેલ 3 ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યાં હતાં. ગેસ કટર વડે ATM મશીનના કેશબોક્સને તોડી 39 લાખની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા.

મહેસાણા
મહેસાણા

By

Published : Jan 29, 2020, 9:58 AM IST

મહેસાણાના ટીબી રોડ અને રાધનપુર ચાર રસ્તા પર આવેલ 3 ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યાં હતાં. પ્રથમ ટીબી રોડ પર આવેલા BOIના ATMને તોડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, રાત્રીના સમયે કરેલો તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહેતા ઇકો ગાડીમાં આવેલા તસ્કર ટોળકી રાધનપુર રોડ તરફ જઈ ત્યાં, SBIના ATM મશીનને નિશાન બનાવી ગેસ કટર વડે એક સાથે બે ATM મશીનના કેશબોક્સને તોડી અંદર રહેલા 39 લાખની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા.

મહેસાણામાં તસ્કરોએ 3 ATM મશીનને નિશાન બનાવ્યા, 39 લાખની રોકડ ચોરી કરી

મહેસાણામાં એક સાથે ત્રણ ATM મશીન તસ્કરોના નિશાને આવ્યાં હતાં, ત્યારે મહત્વનું છે કે, રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ કરતા હોવા છતા કયાંક ઉણપ રહી જતી હોવાથી, તસ્કરો બિન્દાસ્ત રીતે ATM મશીનને ગેસ કટરથી કાપી લાખ્ખો રકમની ચોરી કરી ફરાર થઈ રહ્યાં ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details