મહેસાણાજિલ્લામાં બુકીઓ દ્વારા ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગનો ટ્રેન્ડ (dabba trading racket mehsana) ટેકનોલોજી આધારે મોબાઈલ એપ્લિકેશનોથી વધી રહ્યો છે. તેવામાં સેબીના નિયમોનું ઉલ્લંઘનકરી લોકોને છેતરતા (Share bajar cheating scam) કેટલાક ગઠિયાઓની દ્વારા ચાલતા ડબ્બા ટ્રેડિંગના રેકેટ (Dabba Trading Racket) મામલે મહેસાણા એલસીબીની ટીમને બાતમી મળી હતી.
લોકોના કોન્ટેકટ નંબરોનું લિસ્ટ વડનગરના ડબગર વાસમાં (Dabgar Vas of Vadnagar) રહેતા મકરધ્વજ સંજયકુમાર વાઘેલાના ઘરે ડોરોડા પાડતા ઘરમાં બેસી 3 શખ્સો દ્વારા શેરબજારની ટીપો માટે લોકોના કોન્ટેકટ નંબરોનું લિસ્ટમેળવી મોબાઈલ ફોનમાં નાખેલ કાઈટ અને એડેલવાઇઝ નામની મોબાઈલ એપ્લિકેશન આધારે જેતે ગ્રાહકોને શેર લેવા વેચવાની ટીપ આપતા જો કોઈ ગ્રાહકને ફાયદો થાય તો તે ફાયદાની રકમ માંથી 20 કે 30 ટકાનો લાભ લઇ લેતા. જ્યારે કોઈને નુકશાન જાય તો તેનો ફોન ન ઉપાડી સંપર્ક વિહોણા થઈ ચિટિંગ કરતા હતા. જે હકીકત જાણી પોલીસે ડબ્બા ટ્રેડિંગના રેકેટમાં(Dabba Trading Racket) સામેલ 3 શખ્સોને સ્થળ પર થી 12000ની કિંમતના કુલ 6 મોબાઈલ ફોન અને માત્ર 100 રૂપિયા રોકડ મળી કુલ 12100ના મુદ્દમાલ સાથે અટકાયત કરી વડનગર પોલીસ(Vadnagar Police) હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.