મહેસાણાઃ રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ સહિત રાજકીય ચૂંટણીઓ આવનારી છે, ત્યારે દર વખતે ચૂંટણીઓની સિઝન આવતાની સાથે નવા વિચારો અને નવી પાર્ટીના સંગ સાથે જોડાઈ જતા રાજ્યના એક પીઠનેતા એવા શંકરસિંહ વાઘેલા આ વખતે પણ પ્રજાશક્તિ મોરચાનો નેજો લઈ પ્રચાર પ્રસાર કરવા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.
જિલ્લાના વિસનગરના બાસણા ગામે અર્બુદાધામમાં શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી માતાજીના દર્શન કરીને ચૌધરી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં બાપુએ યુવાઓ આગામી દિવસોમાં યોગ્ય દિશા તરફ વળે તે માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.