મહેસાણાઃ કોરોનાના કહેર વચ્ચે વિશ્વ લડી રહ્યું છે, બીજી તરફ મહેસાણા જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતા વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય અણધારી બીમારીઓને આમંત્રિત કરી રહ્યું છે, ત્યારે તંત્રના પણ આંખ આડા કાન હોય તેમ લાગી રહ્યું છે.
વિસનગરમાં ગટરના પાણીની ગંદકી, તંત્રના આંખ આડા કાન - તંત્રના પણ આંખ આડા કાન
કોરોનાના કહેર વચ્ચે વિશ્વ લડી રહ્યું છે, બીજી તરફ મહેસાણા જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતા વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય અણધારી બીમારીઓને આમંત્રિત કરી રહ્યું છે, ત્યારે તંત્રના પણ આંખ આડા કાન હોય તેમ લાગી રહ્યું છે.
અહીં છેલ્લા ઘણા સમયથી શહેરની મુખ્ય ગટરલાઈન ઓવરફ્લો થઈને ઉભરાઈ રહી છે, ત્યાં ગટર ઉભરાતા ભર ઉનાળે ચોમાસાની જેમ રસ્તા પર પાણી ભરાઈ જાય છે. જ્યાંથી પસાર થતા પદયાત્રીઓ કે, વાહનચાલકો ગટરના દૂષિત પાણીની દુગંધ પોતાના શ્વાસોશ્વાસમાં લેવા મજબુર બન્યા છે.
છતાં અહીં ઉભરાતા ગટરના પાણીની સમસ્યાના નિકાલ માટે નથી તો કોઈ ધારદાર રજુઆતો કરાઈ કે, નથી તો તંત્ર પોતાની સ્વૈચ્છિક જવાબદારી ઉપાડી રહ્યું, ત્યારે ઉભરાતી ગંદા પાણીની આ ગટર અણધારી બીમારીઓને આમંત્રિત કરે તો નવાઈ નહિ, તો સ્થાનિક આગેવાને નઘરોળ તંત્ર આંખ આડા કાન કરી સમસ્યાનો હલ ન લાવતું હોવાનું જણાવતા વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી માગ કરી રહ્યા છે.