ગુજરાત

gujarat

ETV Bharat / state

ડબલ મર્ડર કેસમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, આરોપીઓને ઝટકો - ડબલ મર્ડર કેસને લઈને ચુકાદો

મહેસાણામાં આડા સંબંધોની આડમાં કરાયેલા ડબલ મર્ડર કેસ મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. મહેસાણા સેશન્સ કોર્ટે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને લાલબતી બતાવે તેવા ચુકાદો આપ્યો છે. ત્યારે જૂઓ શું હતો સમગ્ર મામલો double murder case in Mehsana, Mehsana Sessions Court verdict, double murder case in Rampura village

ડબલ મર્ડર કેસમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, આરોપીઓને ઝટકો
ડબલ મર્ડર કેસમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, આરોપીઓને ઝટકો

By

Published : Aug 30, 2022, 4:00 PM IST

મહેસાણારાજ્યમાં ગુનાહિત પ્રવૃતિમાં ક્યારેક ગુનેગાર હાથ લાગી જાય અને કોર્ટમાં કેસ ચાલી જાય તો પુરાવાના આધારે ઓરાપીને કોર્ટ સજા આપે છે. ત્યારે મહેસાણામાં ગુનાહિત પ્રવૃતિઓ કરતા લોકોને લાલબતી બતાવે તેવો સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે.મહેસાણા જિલ્લાના રામપુરા ગામે આડા સંબંધોની આડમાં કરાયેલા ડબલ મર્ડર કેસ મામલે સાડા ત્રણ વર્ષે મહેસાણા સેશન્સ કોર્ટે ચુકાદો (Rampura village double murder case) સંભળાવ્યો છે. જેમાં હત્યાની ઘટનાના તમામ 9 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.

આ પણ વાંચોPOCSO Court દ્વારા મહત્વનો ચુકાદો, દુષ્કર્મ આચરનાર શિક્ષકને ફટકારી સજા

શું હતી ઘટના મળતી માહિતી મુજબ મહેસાણા શહેર નજીક આવેલા રામપુરા કુકસ ગામે વર્ષ 2019માં મહિલા સાથે આડા સબંધો રાખવા મામલે બે જૂથના માણસો વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. જે બાદ બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મારામારીના આ બનાવમાં બન્ને પક્ષે એક એક વ્યક્તિ ઠાકોર ગણેશ અને ઠાકોર અર્જુનનું છરી અને ધોકાની ઇજાઓના થઈ હતી. છરી અને ધોકની (double murder in gujarat) ઈજા થતા તેવોનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે મહેસાણા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી હતી. જેમાં 9 જેટલા આરોપીઓ સામે મહેસાણા સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

આ પણ વાંચોવિદ્યાર્થીને મળી તાલીબાની સજા, જૂઓ વીડિયો

સાક્ષીઓ અને પુરાવા કોર્ટ સમક્ષ રજુ સરકારી વકીલ ભરત પટેલ દ્વારા તપાસવામાં આવેલા 20 સાક્ષીઓ અને 40 જેટલા પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે ગુનાની ગંભીરતા જોતા સમાજમાં ગુનાહિત માણસ ધરાવતા લોકોને લાલબત્તી બતાવે તેવો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા તમામ 9 આરોપીઓને ભારતીય કાનૂની કલમ 302, 123, 124, 34 , 143, 147, 148 અંતર્ગત દોષિત ઠેરાવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. double murder case in Mehsana, Mehsana Sessions Court verdict, murder case Accused sentenced in Mehsana, double murder in gujarat, double murder case in Rampura village

ABOUT THE AUTHOR

...view details