ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લા પંચાયતનો સિનિયર ક્લાર્ક રૂપિયા 300ની લાંચ લેતા ઝડપાયો - ઈટીવી ભારત

મહેસાણા જિલ્લા પંચાયતની એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે. ઉમતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાકટ પર ચાલતી ગાડીના બિલનો ચેક ઈશ્યૂ કરવા પેટે રૂ.300ની લાંચ લેતા મહેસાણા ACBએ ગોઠવેલા છટકામાં ઝડપાયો હતો.

clerk
ગુજરાતી સમાચાર

By

Published : Sep 22, 2020, 3:11 PM IST

મહેસાણા : જિલ્લા પંચાયત હસ્તક વિસનગર તાલુકાના ઉમતા પ્રાથમિક સારવાર કેન્દ્ર પર કોન્ટ્રાકટ પર ગાડી મૂકવામાં આવી હતી. જે ગાડીનું બિલ લેવા માટે લાંબા સમયથી કોન્ટ્રાક્ટરને ધક્કા ખવડાવવામાં આવતા હતા.

અંતે બિલ આપવા મામલે જિલ્લા પંચાયતના હિસાબી શાખાના સિનિયર ક્લાર્ક નાગજી ચાવડાએ કોન્ટ્રાકટર પાસેથી રૂપિયા 300ની લાંચ માંગી હતી. જે લાંચની રકમ કોન્ટ્રાકટર આપવા માંગતા ન હતા. તેમણે મહેસાણા ACBનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું. જે છટકામાં ક્લાર્ક રૂપિયા 300ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા ACB ટીમે દબોચી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details