- વિસનગરના ગામમાં શાળામાં થઈ ચોરી
- CCTV ફુટેજને આધારે પોલીસે કરી ધરપકડ
- 4 આરોપીઓ પાસેથી જપ્ત કર્યો મૃદ્દામાલ
મહેસાણા: જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા દેણપ ગામમાં રાત્રીના અંધારામાં ગામની એક શાળામાં ચોરી થઈ હતી. શાળા તંત્રને આ વિશે જાણ થતા તેમણે પોલીસને આ વિશે ફરીયાદ કરી હતી. પોલીસે શાળાના CCTV ફુટેજને આધારે ચોરોને પકડી તમામ મૃદ્દા માલ જપ્ત કર્યો હતો.
શાળામાં ચોરી
ગામમાં આવેલી શેઠ એમ.સી.વિદ્યામંદિર નામની શાળામાં 3 જેટલા તસ્કરોએ તાળું તોડી સ્ટાફ રૂમમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી કબાટ લોકરમાં ખણખોતર કરી શાળામાંથી 51 સ્કૂલબેગો, 1 સિલિંગ ફેન, 1 બેલ, 1 હવા પુરવાનો પમ્પ, 1 ઘડિયાળ તથા બાળકોને પ્રોત્સાહન માટે મળેલ 17,700ની રોકડ રકમ સહિત કુલ 29,800નો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. બીજે દિવસે શાળાના ચોરી વિશે જાણ થતા CCTV ફુટેજ આધારે ચોરી કરતા 3 અજણાયા તસ્કરો સામે માંવિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા મહેસાણા SOGની ટીમે ગણતરીના દિવસોમાં 4 ચોર ઝડપી પાડ્યા હતા સાથે જ કેટલોક મુદફમલ રિકવર કરાયો છે.
વિસનગરના દેણપમાં શાળામાં ચોરી, પોલીસે કરી ધરપકડ આ પણ વાંચો : બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું
ગામના જ લોકોએ કરી ચોરી
વિસનગરના દેણપ ગામે શાળામાં થયેલી ચોરી મામલે મહેસાણા SOGની ટીમે તપાસ કાર્યવાહી કરતા પોલીસે CCTV ફૂટેજ આધારે ફૂટેજમાં દેખાતા શખ્સોની ઓળખ અને માહિતી મેળવી હતી. પોલીસને શાળામાં ચોરી કરનાર વ્યક્તિઓ ગામના જ હોવાનું જાણવા મળ્યું હતું. કિશોર ઉર્ફે ટીનિયો નથાજી ઠાકોર, આશિક મનુજી ઠાકોર અને રાયમલ ઉર્ફે જામફળ દિવાનજી ઠાકોરને ઝડપી પાડી તેમની પાસે રહેલ 11 સ્કૂલબેગ, 1 બેલ, હવાનો પમ્પ, ઘડિયાળ, સહિત 3400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.